હળવદ નગરપાલીકાના ચીફ ઓફીસર પાંચાભાઈ માળી તેની કારમાં રાજકોટ રીઝીયોનલ કમિશ્નર સાથેની મીટીંગ પતાવી તેની જીજે 36 જી 0376 નંબરની સ્કોર્પિયો કારમાં પરત ફરતા હતા તે દરમિયાન રાજકોટ મોરબી રોડ પર અજન્તા કલોક ઇન્ડસ્ટ્રી પહેંલા એક પુલ પાસે કાર બેકાબુ બની ગઈ હતી અને પુલની નીચે ખાબકી પલટી મારી ગઈ હતી. બનાવમાં ચીફ ઓફિસર અને ચાલક સમય સુચકતા વાપરી બહાર નીકળી જતા બન્નેનો બચાવ થયો હતો આ અકસ્માતમાં સામાન્ય ઈજા પહોચી હતી. ઘટનાની જાણ થતા આસપાસના બીજા વાહન ચાલકો ઉભા રહી ગયા હતા અને પલટી મારી ગયેલ કારને બહાર કાઢવા કામગીરી હાથ ધરી હતી

કારનો 22 જૂન 2021 ના રોજ એક વર્ષનો વીમો ઉતારવામાં આવ્યો હતો જે 21 જુનના રોજ ઈન્સ્યોરન્સ પૂર્ણ થઇ ગયો છે જેથી હવે આ તમામ કારનું મેન્ટેન્સ પાલિકાની તિજોરી માંથી ચૂકવવો પડશે. અધિકારીઓની બેદરકારીના કારણે આ અકસ્માતથી કારને થયેલ નુકશાન હળવદ પાલિકાની પ્રજા ભોગવવાનો વારો આવશે

સામાન્ય લોકોના વાહન વીમો ન હોય તો પોલીસ હજારો રૂપિયાના દંડ ફટકારે છે હવે ચીફ ઓફિસરની કારમાં વીમો પૂર્ણ થયો છે તો શું પોલીસ તેને દંડ ફટકારશે તેવાં સવાલ પણ ઉઠ્યા છે.

