શું તમે કોઈવાર પ્રદેશની સ્થાનિક ભાષામાં અનાઉન્સમેન્ટની વાત કોઈ એરપોર્ટ પર સાંભળી છે? લગભગ નહીં, પણ જ્યારે કાશી એટલે કે વારાણસી એરપોર્ટ પર પહોંચશો, તો અહીં હિન્દી-અંગ્રેજીની સાથે સંસ્કૃતમાં પણ અનાઉન્સમેન્ટ થતી સાંભળી શકો છો, અહીં કોવિડ સંબંધિત સાવચેતીઓ અને પ્રોટોકોલનું અનાઉન્સમેન્ટ હિન્દી અને અંગ્રેજી ઉપરાંત સંસ્કૃતમાં પણ કરવામાં આવી રહ્યું છે.
अब #भाविप्रा वाराणसी विमानतल पर अंग्रेजी और हिंदी के बाद संस्कृत में भी कोविड मानदंडों की घोषणा की जा रही है|
— VARANASI AIRPORT (@AAIVNSAIRPORT) June 17, 2022
हमारे सम्मानित यात्रियों को विमानतल पर
आते ही महसूस हो जाएगा कि वे काशी – संस्कृत भाषा के पीठ स्थान में प्रवेश कर चुके हैं|@AAI_Official @aaiRedNR pic.twitter.com/E0RcD3LfSS
અનોખો અભિગમ: સંસ્કૃત ભારતની પ્રાચીન ભાષા છે, ધર્મ ગ્રંથ પણ મહત્તમ સંસ્કૃત ભાષામાં લખાયા છે, પૂજા-પાઠ દરમિયાન જે શ્લોકો અને મંત્રોનું લોકો ઉચ્ચારણ કરે છે, તે પણ મહત્તમ સંસ્કૃતમાં જ હોય છે, પણ બોલચાલમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો થાય છે. આ દરમિયાન એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ વારાણસી એરપોર્ટ પર હિન્દી-અંગ્રેજીની સાથે-સાથે સંસ્કૃતમાં પણ અનાઉન્સમેન્ટની શરૂઆત કરી છે.

