HomeGujaratCentral Gujaratઅદાણી શાંતિગ્રામ બન્યું યોગમય, જુવો તસવીર

અદાણી શાંતિગ્રામ બન્યું યોગમય, જુવો તસવીર

અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી અને અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિ અદાણીએ 1000થી વધુ અદાણી પરિવારના સભ્યો સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી. ધ્યાન, આરોગ્ય અને માઇન્ડફુલનેસની પ્રેક્ટિસ કરતાં તેમણે સ્વસ્થ્ય રાષ્ટ્ર માટે સૌને યોગાભ્યાસ માટે આહ્વાન કર્યું. #IndiaRahegaFit અદાણી શાંતિગ્રામના ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે ગૌતમ અદાણી અને ડૉ. પ્રિતી અદાણીની પ્રેરક ઉપસ્થિતીમાં અદાણી પરિવારના 1,000 થી વધુ કર્મચારીઓ યોગાભ્યાસ માટે એકત્રિત થયા હતા.

યોગયાત્રાનું આયોજન કર્યું: શાંતિગ્રામની આસપાસ હરિયાળા વાતાવરણમાં નિષ્ણાત પ્રેક્ટિશનરોએ એક કલાકના યોગસત્રમાં સૌને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. અગાઉ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત અદાણી ફાઉન્ડેશને ગુજરાતના 75 પ્રતિષ્ઠિત સ્થળોને આવરી લેતી યોગયાત્રાનું આયોજન કર્યું હતું.

યોગ-યાત્રામાં ગુજરાતના 75 હેરિટેજ, પ્રવાસન, પુરાતત્વીય અને ઐતિહાસીક સ્થળોને આવરી લઈ યોગના ફાયદાઓ દર્શાવવામાં આવ્યા હતા. ગુજરાતના સમૃદ્ધ અને જીવંત સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા માટે લેન્ડમાર્ક સ્થાપત્યોની પણ પસંદગી કરવામાં આવી હતી.

ગુજરાતની અનોખી સંસ્કૃતિ, ઈતિહાસ, આર્કિટેક્ચરલ અજાયબીઓ, પ્રાકૃતિક ઈકો-સિસ્ટમ અને વૈવિધ્યસભર ભૂગોળની પૃષ્ઠભૂમિમાં યોગના ફાયદાઓને શોર્ટફિલ્મો રૂપે ઉતારવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW