HomeGujaratCentral GujaratPM મોદી માતાને જન્મ દિવસની શુભેચ્છા પાઠવવા પહોંચ્યા, ત્યાંથી પાવાગઢ જશે

PM મોદી માતાને જન્મ દિવસની શુભેચ્છા પાઠવવા પહોંચ્યા, ત્યાંથી પાવાગઢ જશે

પીએમ મોદી ગુજરાતમા છે. તેમની માતા હીરા બાનો 100 મો જન્મદિવસ છે. ત્યારે પીએમ મોદી માતાના જન્મદિને તેમના આશીર્વાદ લેવા માટે ગાંધીનગર રાયસણ સ્થિત તેમના ઘરે પહોંચ્યા હતા. વડોદરા જવા નીકળે તે પહેલા પીએમ મોદી હીરા બાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. તેમણે માતા સાથે દિવસની શુભ શરૂઆત કરી હતી.

મોદી માતાને મળ્યા: નિવાસસ્થાને વહેલી સવારે પહોંચ્યા હતા અને હીરાબાને સ્વસ્થ તેમજ દીર્ઘાયુ જીવનની શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાને હીરાબાના ચરણમાં પુત્ર સહજ ભાવે બેસીને માતાના ચરણ પખાલ્યા હતા તેમજ તેમના આશીર્વાદ પણ મેળવ્યા હતા.

ચરણ ધોયા: તેમણે માતાને શાલ ભેટમાં આપી હતી. માતાના ચરણ ધોઈને આશીર્વાદ લીધા હતા. આમ, આવુ કરીને તેઓ ધન્ય થયા હતા. માતા હીરાબાનાં ચરણ ધોઈ પીએમ મોદીએ એ પાણીને પોતાના માથે ચડાવ્યું હતું. માતાને ગુલાબનો હાર પણ પહેરાવ્યો હતો.

શું કહ્યું મોદી એ? માતા વિશે પીએમ મોદીએ બ્લોગ લખ્યો છે. જેમાં તેમણે લખ્યુ કે, મા, આ માત્ર શબ્દ નથી, પરંતુ જીવનની એ ભાવના છે, જેમાં સ્નેહ, ધૈર્ય, વિશ્વાસ અને ઘણું બધુ સમાયેલુ છે. મારી માતા, હીરા બા આજે 18 જૂનના રોજ 100 માં વર્ષે પ્રવેશ કરી રહ્યાં છે. તેમના જન્મ શતાબ્દી વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે. હું મારી ખુશી અને સૌભાગ્ય વ્યક્ત કરુ છું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW