ભરૂચ શહેરમાં બિલ્ડરના મકાનમાંથી રૂપિયા 1 કરોડથી વધુની ચોરીનો કેસ સામે આવ્યો છે. બિલ્ડર પરિવાર કુળદેવીના દર્શન કરવા ગયા હતા. તે દરમિયાન બિલ્ડરના ઘરમાંથી 1,03,96,500ની ચોરી થઇ છે. આ બનાવને લઇ ચકચાર મચી ગઇ હતી. હાલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજના આધારે પગેરું શોધવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.
જાણભેદુની આશંકા: ફરાર ચોરોને શોધવા માટે એફએસએલની મદદ પણ લેવામાં આવશે. આ સાથે પોલીસ આ વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોના વર્ણન અને ફરાર થવાની દિશા શોધવામાં આવી રહી છે. જોકે, પ્રાથમિક અનુમાન પ્રમાણે, આ ચોરો પરિવારના જાણભેદુ હોવાની પણ ચર્ચા થઇ રહી છે.

