HomeGujaratબ્લેક ફ્રેમ લગાવનારા તો ઠીક હવે વેચનારા ઉપર કાયદેસર પગલાં, અહીથી તમામ...

બ્લેક ફ્રેમ લગાવનારા તો ઠીક હવે વેચનારા ઉપર કાયદેસર પગલાં, અહીથી તમામ સામગ્રી જપ્ત

રાજકોટ શહેરમાં કાળા કાચધારી વાહનો સામે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરતી હતી. પણ હવે બ્લેક ફિલ્મો કે આવી ડાર્ક ફિલ્મો કાર્સ કે ફોર વ્હીલમાં આવી ફ્રેમ લગાવી આપતા કે આવી ફિલ્મો વેચનારા વિક્રેતાઓ પર જ ધોંસ બોલાવવાનું પોલીસે શરૂ કર્યું છે.

કાયદેસરની કાર્યવાહી: પાંચ વેપારીઓને ત્યાં ટ્રાફિક પોલીસે દરોડા પાડી બ્લેક ડાર્ક, ફિલ્મોનો જથ્થો જ કરી જે તે વિસ્તારમાં આવેલી દુકાનોના સંચાલકો વિરૂધ્ધ સબંધિત પોલીસ મથકોમાં ગુના નોંધાયા હતા. આ પગલું ભરીને નવા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે ચાર્જ સંભાળતાની સાથે ટ્રાફિક નિયમન પાલન પર વધુ ભાર મૂકી ટ્રાફિક વ્યવસ્થા મુદે આગ્રહી હોવાનો પણ પોલીસ તથા પ્રજાને મેસેજ આપ્યો હતો.

સામગ્રી જપ્ત: ગોંડલ રોડ પર લોધાવાડ ચોક નજીક શબ્બીર ગ્લાસ, બોમ્બે હોટલ પાસે જલારામ ટ્રેડર્સ, કાર પ્લસ, ગોંડલ રોડ બ્રિજ પાસે સુરભી કોમ્પ્લેકસમાં શિવ ટ્રેડર્સ, બ્રિજ નજીક ગ્લોબલ ટ્રેડર્સ સહિતના સ્થળે પોલીસે ચેકિંગ હાથ ધર્યુ હતું. દરોડા દરમિયાન જયાંથી ડાર્ક, બ્લેક ફિલ્મોના રોલ, જથ્થો મળી આવ્યો તે કબજે કરાયો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW