માળિયા તાલુકાના વેજલપર ગામની એક યુવતીને હળવદ તાલુકાના જુના દેવળિયા ગામના પિતા પુત્રએ ફોન પર સગાઈ કરવાનું દબાણ કરી તેન તેમજ તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ અંગે માળિયા પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી
મોરબી જિલ્લામાં યુવતીઓ તેમજ સગીરાઓની પજવણી કરવાના બનાવ સતત વધી રહ્યા છે ક્યારેક આરોપીઓ સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરી બ્લેક મેઈલ કરી ધાક ધમકી આપતા હોય છે તો ક્યારેક ફોન પર દબાણ કરતા હોય છે ત્યારે માળિયા પંથકમાં યુવતીને ધાક ધમકી આપવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના વેજલપર ગામમાં રહેતી એક યુવતી તેમજ તેના પિતાને હળવદના જુના દેવળિયા ગામના અજય ભરતભાઈ ભોરણીયા તેમજ તેના પિતા ભરત દેવજીભાઈ ભોરણીયાએ ફોન પર સગાઈ કરવાનું દબાણ કર્યું હતું અને જો તેમ નહી કરે તો યુવતીનું અપહરણ કરી બદનામ કરવાની પણ ધમકી આપી હતી બનાવ અંગે યુવતીએ માળિયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

