આતંકી સંગઠન અલકાયદા દ્વારા રાજ્યમાં હુમલાની ધમકી આપવામાં આવી છે. જેને લઇ દ્વારકાધીશના મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. હુમલાની ધમકીને લઇ દ્વારકાધીશના મંદિરમાંથ્રી લેયર સુરક્ષા કરવામાં આવી છે. આ સાથે દ્વારકામાં પ્રવેશ મેળવતા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
અહી ખાસ નજર: ગોમતીઘાટ, સુદામાસેતુ, રેલવે-બસ સ્ટેશનમાં પોલીસની નજર ખાસ રહશે. મંદિરમાં કરાઈ થ્રી લેયર સુરક્ષા કરી, તમામ વાહનોનું ચેકિંગ શરૂ કરાયું છે. ભીડ-ભાડવાળી જગ્યામાં પોલીસે ચાંપતી નજર રાખી છે. આતંકવાદી હુમલાના ઈનપુટને લઈ તંત્ર અને પોલીસે એક્શન મોડમાં આવી તપાસ શરૂ કરી છે.

વાહન ચેકીંગ શરૂ: દ્વારકા જિલ્લો 3 તરફથી સમુદ્ર સાથે ઘેરાયેલો હોઈ જે સુરક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વપૂર્ણ ગણાય છે. અહી જગ વિખ્યાત દ્વારકાધીશ મંદિર આવેલ હોવાથી હરરોજ હજારોની સંખ્યામાં યાત્રાળુ સમગ્ર દેશમાંથી આવતા હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ આ જિલ્લો ખુબજ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આ તરફ હવે આતંકવાદી હુમલાની દેહશતના પગલે દ્વારકા જિલ્લાના તમામ ચેકપોસ્ટ પર પોલિસ દ્વારા જિલ્લામાં એન્ટ્રી કરતા વાહનોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

