HomeNationalચાર મહિનાના વેકેશન પર વનરાજા, નેશનલ પાર્ક રહેશે બંધ

ચાર મહિનાના વેકેશન પર વનરાજા, નેશનલ પાર્ક રહેશે બંધ

એશિયા ટીક સિંહના એકમાત્ર અભ્યારણ્ય ગણાતા ગીર નેશનલ પાર્કમાં તારીખ 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી ચાર માસ સુધી પ્રવાસીઓ સિંહદર્શન કરી નહીં શકે. આ સમય સિંહ માટે ખાસ મેટીંગ સમય ગણવામાં આવે છે. જેથી 4 માસનું વેકેશન રહે છે.

દેવળીયા પાર્ક ખુલ્લું: પ્રવાસીઓ માટે દેવળીયા પાર્ક ખુલ્લુ રહેશે જે સહેલાણીઓ ત્યાં સિંહ દર્શન કરી શકશે. ચોમાસા દરમિયાન સિંહ સહિતના વન્ય પ્રાણીઓ માટે સંવનન કાળ હોવાથી તેને ખલેલ ન પહોંચે તે માટે જંગલમાં પ્રવેશ બંધ કરી દેવાય છે. જંગલના તમામ રુટ બંધ રહેશે. માત્ર દેવળીયા સફારી પાર્ક રાબેતા મુજબ ચાલુ રહેશે. વેકેશનના કારણે સાસણ ખાતેના ધંધા રોજગાર પર મોટી અસર થશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW