HomeGujaratમોરબીના નીચી માંડલ રોડ પર કારખાનામાં તસ્કરો ત્રાટક્યા, રૂ. 1.87 લાખના કોપર...

મોરબીના નીચી માંડલ રોડ પર કારખાનામાં તસ્કરો ત્રાટક્યા, રૂ. 1.87 લાખના કોપર વાયરની ચોરી અને ટ્રાન્સફોર્મરમાં તોડફોડ

મોરબીના કન્યા છાત્રાલય રોડ વિસ્તારમાં રહેતા અને વેપાર કરતા હસમુખભાઈ રતીલાલભાઈ કૈલા (ઉ.વ.40) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બે કે તેથી વધુ શખ્સો વિરુદ્ધ ચોરી તથા તોડફોડ અંગે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ નીચી માંડલ રોડ પાર આવેલ તેમના પર્લ પ્લાસ્ટિક કમ્પાઉન્ડ નામના કારખાનામાં મોડી રાત્રે અજાણ્યા ઇસમોએ બંધ સેડવાળા કારખાનાની કમ્પાઉન્ડ દિવાલ ટપીને અંદર પ્રવેશ કર્યો હતો. આરોપીઓએ કારખાનાના કમ્પાઉન્ડમાં મુકેલ પાવર સપ્લાય ટ્રાન્સફોર્મર (ટી.સી.)ને ફાઉન્ડેશનમાંથી ઉખાડી નીચે પાડી તેમાં રહેલું અંદાજે 1500 લીટર ઓઇલ ઢોળી ટ્રાન્સફોર્મરમાં ભારે તોડફોડ કરી હતી.

ત્યારબાદ આરોપીઓએ પ્રોડક્શન યુનિટની બારીના સળીયા કાપી અંદર ઘૂસી કેબલ વાયર તોડી કાઢ્યા હતા. તેમજ અર્થીંગ માટે લગાવવામાં આવેલ કોપર વાયર, ટ્રાન્સફોર્મરના કોઇલ બોક્સમાંથી કોપર વાયર અને કોપર પ્લેટ મળી કુલ અંદાજે 375 કિલો કોપર વાયર, જેની કિંમત રૂ.1,87,500 જેટલી થાય છે, તેની ચોરી કરી હતી.

આ ઘટનામાં ટ્રાન્સફોર્મરને નુકસાન પહોંચાડતા અંદાજે રૂ.3 લાખ જેટલું આર્થિક નુકસાન થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW