HomeGujaratઆ શહેરમાં રિક્ષામાં મુસાફરી કરવી મોંઘી બનશે, આટલો ભાવ વધારો થયો

આ શહેરમાં રિક્ષામાં મુસાફરી કરવી મોંઘી બનશે, આટલો ભાવ વધારો થયો

ગુજરાતમાં રીક્ષામાં મુસાફરી કરવી મોંઘી બનશે. સરકારે રાજ્યમાં ઓટો રિક્શા માટે બે રૂપિયાનો વધારાને બુધવારે મંજૂરી આપી દીધી છે. રાજ્યના વાહન સંઘે ભાડામાં વધારાની માંગ કરી હતી.

મંત્રી એ કરી મુલાકાત: પરિવહન મંત્રી પૂર્ણેશ મોદી અલગ-અલગ રિક્શા યુનિયનોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત બાદ જાહેરાત કરી હતી કે મિનિમન ભાડું હાલ 18 રૂપિયાથી વધારીને 20 રૂપિયા કરી દેવામાં આવ્યું છે, અને ત્યારબાદ દર કિલોમીટરનું હાલનું ભાડું 13 રૂપિયાથી વધારીને 15 રૂપિયા થઇ ગયું છે.

ખાસ ચોખવટ: પૂર્ણેશ મોદીએ ગાંધીનગરમાં પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે જોકે યૂનિયનોએ માંગ કરી હતી મિનિમમ ભાડું 30 રૂપિયા સુધી વધારવામાં આવે, પરંતુ અમે હાલમાં ફક્ત 2 રૂપિયાનો વધારો કર્યો છે જે 18 રૂપિયાથી વધારી 20 રૂપિયા કરવા માટે મંજૂરી આપી છે. આ પ્રકારે પ્રતિ કિલોમીટર બે રૂપિયાના વધારાને સ્વિકારવામાં આવ્યો છે. ઓટો રિક્શાના નવા દર 10 જૂનથી લાગૂ થશે. તેમણે કહ્યું કે સંઘોએ પણ આ નવા દર પર સહમતિ વ્યક્ત કરી છે અને આ અંગે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

આ પહેલાં રાજ્યમાં રિક્શા ભાડાને ગત વર્ષે નવેમ્બરમાં ફેરફાર કરવામાં આવ્યા હતા, ત્યારે મિનિમન ભાડાને 15 રૂપિયાથી વધારીને 18 રૂપિયા અને ત્યારબાદ પ્રતિકિલોમીટર માટે 10 રૂપિયાથી વધારીને 13 રૂપિયા કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW