ઘુટૂ ગામમાં મામના ઘરે આવેલ જુના ઘાટીલા ગામના કુલ્પાબેન ભાવેશભાઈ વિડજા નો દીકરો પર્વ વેકેશન ગાળવા આવ્યા હોય ગઈકાલે પર્વને લઈ તેના નાના ઘર નજીક ઉમા રેસિડેન્સીના ગેટ નજીક આવેલ બાલાજી દુકાન પાસે ગયા હતા. નાનાને સાંજે સિક્યોરિટીની નોકરી હોય પર્વને દુકાન પાસે રમતો મૂકી જતા રહ્યા હતા. બાદમાં નાની બાલાજી દુકાન પાસે પર્વને તેડવા જતા પર્વ જોવા મળ્યો ન હતો જેથી બાલાજી દુકાનના માલિક એવા રાજેશ ચંદુભાઈ જગોદરાના પત્ની પૂજાબેન દુકાને હાજર હતા અને તેમને કહ્યું હતું કે તેમના પતિને ઘુંટુ ગામમાં કપડા સિવડાવવા હોય પર્વને તેઓ બાઇકમાં બેસાડી લઈ ગયા છે. જો કે, ખાસો સમય વીતવા છતાં રાજેશ જગોદરા પરત ન આવતા તેમના ઘરે તપાસ કરતા ત્યાં પણ રાજેશ હાજર ન હોય અંતે બાળકના મામાએ રાજેશભાઇ શામજીભાઈ જોટાણીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી

