HomeNationalચાના ઉત્પાદકોને આંતરરાષ્ટ્રીય માર્કેટમાંથી મોટો ફટકો, આખું કન્ટેનર પાછું આવ્યું

ચાના ઉત્પાદકોને આંતરરાષ્ટ્રીય માર્કેટમાંથી મોટો ફટકો, આખું કન્ટેનર પાછું આવ્યું

ચા ઉત્પાદકો માટે માઠા સમાચાર આવ્યા છે. ભારતીય ચામાં જંતુનાશક અને રસાયણોની વધારે માત્રા હોવાના કારણે ચાનો માલ ઈંટરનેશનલ માર્કેટમાંથી પાછો આવ્યો છે. ઈન્ડિયન ટી એક્સપોર્ટર્સ એસોસિએશન (ITEA)ના પ્રમુખ અંશુમન કનોરિયાએ આ માહિતી આપી છે.

મોટી તક ગુમાવી: શ્રીલંકામાં આર્થિક સંકટને કારણે, ભારતીય ચા ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાનો કારોબાર વધારવાની મોટી તક મળી હતી, પરંતુ મર્યાદાથી વધુ જંતુનાશકો અને રસાયણોના ઉપયોગથી મોટો ફટકો પડ્યો છે.

આખું કન્ટેનર પાછું આવ્યું: પરંતુ કન્સાઈનમેન્ટ પરત આવવાને કારણે શિપમેન્ટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં વેચાતી તમામ ચાએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) ના ધારાધોરણોને અનુરૂપ હોવા જોઈએ. જોકે, કનોરિયાએ જણાવ્યું હતું કે, મોટાભાગના ખરીદદારો એ જ ચા ખરીદે છે, જેમાં અસાધારણ રીતે વધારે કેમિકલ હોય છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW