મોરબીમાં ક્રાંતિકારી સેનાના રાધેભાઈ પટેલના પુત્ર શિવાજીના આજે જન્મદિવસ નિમિત્તે દેશભક્તિ પ્રેરક કાર્ય કરી પ્રેરણાદાયી રીતે ઉજવણી કરી છે.મુળ જામદુધઈ ગામના વતની અને હાલ મોરબી રહેતા અને ક્રાંતિકારી વિચારધારા ધરાવતા રાધેભાઇ પટેલનો પુત્ર શિવાજીના આજે જન્મદિવસ નિમિત્તે પંજાબની અસલાલ બોર્ડર ઉપર 43 થી 45 ડિગ્રી તાપમાનમાં ભારત દેશની રક્ષા કરતા BSFના જવાનોને કૂલર આપવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, વીરતા વેલફેર ટ્રસ્ટ આયોજિત ફોજી વંદના કાર્યક્રમમાં ક્રાંતિકારી સેના દ્વારા દિવાળી પર્વ પર કચ્છ સરહદ પર ફરજ બજાવતા બીએસએફના જવાનોની મુલાકાત લઈ મીઠાઈ વિતરણ કરાઈ હતી. તે વેળાએ બીએસએફને જે જરૂરી સુવિધા મળવી જોઈએ તે છે જ નહીં, પાણી પણ ત્યાં મળતું નથી તેના ઘણાં બધાં કારણો છે પણ તેના લીધે જવાનોને પ્રાથમિક સુવિધાઓ નથી મળતી તેવું રાધેભાઈની સામે આવ્યું હતું. ત્યારે ૪૩ થી ૪૫ ડિગ્રી તાપમાનમાં ભારત દેશની રક્ષા કરતા જવાનનોને કૂલર આપી પોતાની ફરજ પુરી પાડી હતી.

