Sunday, July 7, 2024
HomeGujaratએક જ રૂમમાં 500 કંપનીઓ ઊભી કરી 800 કરોડના બિલ બનાવ્યા

એક જ રૂમમાં 500 કંપનીઓ ઊભી કરી 800 કરોડના બિલ બનાવ્યા

સુરતમાં નાનકડી ઓરડીમાંથી ઓપરેટ કરતી પાંચ વ્યક્તિઓએ 500 બનાવટી કંપનીઓના જીએસટી નંબરનો ઉપયોગ કરીને રૃા. 800કરોડના બિલ બનાવીને તેના પર ઇનપુટ ટેક્સક્રેડિટ મેળવી હોવાનું બહાર આવ્યું છે. આ કંપનીઓ માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવતી હતી. તેમણે ઓછામાંઓછી રૃા. 100 કરોડની બોગસ ઇનપુટ ટેક્સક્રેડિટ મેળવી લીધી હોવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે.

કમાલનો ભેજાબાજ: સુરત શહેરમાં એક જ રૃમમાંથી ૫૦૦ બોગસ કંપનીઓ ઓપરેટ કરીને બગોસ બિલિંગનું કરોડોનું કૌભાંડ કરનારાઓ પાંચ વ્યક્તિઓની મધ્યપ્રદેશના જીએસટી કમિશનરના કચેરીના અધિકારીઓ ગત સપ્તાહમાં સુરતથી ધરપકડ કરીને ઇન્દોર લઈ ગયા છે. તેમણે કરોડો રૃપિયાની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ પડાવી લીધી હોવાનું મધ્યપ્રદેશના જીએસટી કચેરીના અધિકારીઓએ જણાવ્યુંહતું.

550 કંપની એક જ રૂમમાં: નાનકડી ઓરડીમાં ચારથી પાંચ ટેલબ અને ખુરશી ગોઠવીને 550 કંપનીઓના બિલિંગ કરવામાં આવતા હતા.આ ઓરડીમાં એક સમયે એકસાથે છથી વધુ વ્યક્તિઓ બેસી શકે તેમ જ નથી. તેમ છતાંય તેમના સરનામા પર 550 બોગસ કંપનીના જીએસટી રજિસ્ટ્રેશન મેળવવા માટે તેમણે મહારાષ્ટ્ર, ગુજરાત ્ને મધ્ય પ્રદેશથી ગરીબોના ઓળખના પુરાવાઓ મેળવીને બોગસ કંપનીઓના નામ આપી જીએસટી રજિસ્ટ્રેશન મેળવી લીધા હતા. દહાડિયા મજૂર તરીકે કામ કરનારાઓના નામે જીએસટી રજિસ્ટ્રેશન મેળવ્યા છે.

આવું હતું પ્લાનિંગ: સાત વર્ષ પહેલા મૃત્યુ પામેલી વ્યક્તિને નામે પણ જીએસટી રજિસ્ટ્રેશન લેવામાં આવ્યું છે. સુરતની નાનકડી ઓરડીમાંથી સારી એવી સંખ્યામાં વાંધાજનક દસ્તાવેજો, મોબાઈલ ફોનઅને સીમકાર્ડ તથા સીલ, લેટર પેડ્સ વગેરે જપ્ત કરવામાં આવ્યા છે. આ કેસમાં તપાસ આગળ વઘતા કૌભાંડની રકમ વધુ મોટી થઈ જવાની સંભાવના છે.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,704FollowersFollow
2,040SubscribersSubscribe

TRENDING NOW