HomeGujaratમોરબીના કેરાળામાં ગામે તસ્કરોએ ખેડૂતના ઘરમાં ઘુસી 3.52 લાખની ચોરી કરી

મોરબીના કેરાળામાં ગામે તસ્કરોએ ખેડૂતના ઘરમાં ઘુસી 3.52 લાખની ચોરી કરી

મોરબીમાં અવારનવાર ચોરીના કિસ્સા બની રહ્યા છે,તેવામાં મોરબી તાલુકના હરીપર ગામે રહેતા ખેડૂત અમરશીભાઈ શીવાભાઈ ચારોલાના ઘરે તસ્કરોએ રસોડાના દરવાજા તોડી ઘરમાં ઘુસી 3.52 લાખની ચોરી કરી હતી.

મોરબીના કેરાળા હરીપર ગામે રહેતા અમરશીભાઈ શિવાભાઈ ચારોલાએ જણાવ્યું હતું કે, ગત તા.20ના રોજ રાત્રીના સમયે તેઓ અને તેના પરિવારજનો બહાર ફળિયામાં તેમજ અગાસીમાં સુતા હતા. ત્યારે અજાણ્યા તસ્કરો આવીને ઘરના રસોડાનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશી લોખંડના કબાટમાંથી સોના તેમજ ચાંદીના દાગીના અને દોઢ લાખ રોકડા સહીત મળી કુલ રૂ.-3,52,112નો મુદ્દામાલ ચોરી કરી જઈ ફરિયાદીના નાનાભાઈ દિનેશભાઇ મકાનનો મુખ્ય દરવાજો તોડી ચોરી કરવાનો પ્રયાસ કરતા આ બનાવ અંગે અમરશીભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.પોલીસે ફરિયાદ નોધી આગળની તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,590SubscribersSubscribe

TRENDING NOW