HomeGujaratકચ્છના હરામીનાળા પાસેથી પાકિસ્તાની બોટ ઝડપાઈ

કચ્છના હરામીનાળા પાસેથી પાકિસ્તાની બોટ ઝડપાઈ

કચ્છમાં હરામીનાળા તરીકે જાણીતા છીછરા દરિયામાંથી ચાર હોડી સાથે બે પાકિસ્તાનીને બી.એસ.એફ.ની ટીમે ઝડપી લીધા હતા. પકડાયેલા શખ્સો માછીમાર હોવાનો દાવો કરે છે પણ તેમની ઓળખ અંગે વધુ તપાસ થશે. અને ભારતીય સમુદ્ર સીમામાં શા માટે ઘુસી આવ્યા તેનું કારણ જાણવા એજન્સીઓ પૂછપરછમાં લાગી છે.

ગુરુવારે ગઇકાલે હરામીનાળામાં એક પાકિસ્તાની માછીમાર બોટ બિનવારસી હાલતમાં મળી આવ્યા બાદ કાદવ કીચડ વચ્ચે પેટ્રોલિંગ સઘન બનાવ્યા બાદ ભારતની દરિયાઈ સરહદમાં ઘૂસી આવેલા પાકિસ્તાની માછીમારો પકડાયા છે. બી.એસ.એફ. સત્તાવાળા તરફથી બંને માછીમારની પૂછપરછ પૂરી કરીને તેમણે કાયદેસરની કાર્યવાહી માટે સ્થાનિક પોલીસને સોંપી દેવાની તજવીજ હાથ ધરાશે.


કચ્છના અખાતમાં હરામીનાળા તરીકે ઓળખાતા કાદવ કીચડ ધરાવતા છીછરા દરિયામાં બે પાકિસ્તાની માછીમાર અને ચાર બોટ કબ્જે કરવામાં બીએસએફની પેટ્રોલીંગ ટુકડીને સફળતા મળી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે ચારેય બોટમાં માછલી પકડવાનો માલસામાન અને ખાધખોરાકીની ચીજવસ્તુ સિવાય કશુ વાંધાજનક હાથ લાગ્યું નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW