ચોમાસાને હવે ગણતરીના દિવસ બાકી છે અને પાલિકા ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ફરી પાલિકાએ પ્રી મોનસુન કામગીરી હાથ ધરવામાં આવી છે. ચીફ ઓફિસર સંદીપસિહ ઝાલાના માર્ગદર્શનમાં મોરબી પાલિકાની ટીમે એક હિટાચી અને જેસીબી મશીન સાથે આજે પ્રથમ દિવસે શહેરના રવાપર રોડ પર આવેલ એવેન્યુપાર્કથી લઇ નીલકંઠ સુધી વિસ્તારમાં સફાઈ હાથ ધરવામાં આવી હતી અને આગામ સમયમાં બાપા સીતારામ ચોક ઉપરાંત શહેરના અલગ અલગ વિસ્તારમાં 14 જેટલા નાલા અને વોકળા વોકળા હોય આ તમામ વોકળા તેમજ વરસાદી પાણી ભરાવવાની સંભાવના હોય તેવા વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સફાઈ કરવામાં આવશે આ નિકાલ સફાઈ કરવમાં આવશે તેવા દાવા કરવામાં આવ્યા છે.

મોરબી શહેરમાં દર વર્ષે પાલિકા દ્વારા પ્રી મોનસુન કામગીરી કરવામાં આવે છે અને તેના માટે લાખો રૂપિયાના બીલ પણ મૂકાઈ હતા હોય છે જોકે શહેરમાં 3થી 4 ઇંચ વરસાદ એક સાથે પડી જાય તો શહેર જળબંબાકાર સર્જાઈ જતો હોય છે શહેરના શાક માર્કેટ વિસ્તાર,શનાળા રોડ સરદારબાગ વિસ્તાર,વાવડી રોડ,વિસીપરા વિસ્તાર,લાતી પ્લોટ,કાયાજી પ્લોટ દાઉદી પ્લોટ સહિતના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જતું હોય છે કેટલાક વિસ્તારમાં તો ઘરમાં પાણી ભરાઈ જતા હોય છે

