HomeGujaratરાજસ્થાનથી ફરાર આરોપીને ઝડપી મોરબી પોલીસે નોંધાવી સફળતા

રાજસ્થાનથી ફરાર આરોપીને ઝડપી મોરબી પોલીસે નોંધાવી સફળતા

મોરબી જિલ્લામાં પ્રોહિબિશન સહિતના ગુનાઓમાં સંડોવાયેલા અને લાંબા સમયથી પોલીસથી ફરાર આરોપીને મોરબી એલ.સી.બી. પોલીસે રાજસ્થાનમાંથી ઝડપી પાડતા પોલીસની કામગીરીને મોટી સફળતા મળી છે. રાજ્યમાં કરોડો રૂપિયાની છેતરપિંડીના ગુનામાં પણ વોન્ટેડ આરોપી તરીકે નોંધાયેલા આ શખ્સને પોલીસની ટીમે રાજસ્થાનના અજમેર જિલ્લામાંથી ઝડપી લીધો હતો.

પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા આરોપીની સતત હિલચાલ અંગે માહિતી એકત્ર કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપી રાજસ્થાનના સાંગાને વિસ્તારમાં હોવાની ચોક્કસ બાતમી મળતા પોલીસ ટીમ તાત્કાલિક રાજસ્થાન પહોંચી હતી. અને જેને રાજસ્થાન પોલીસ શોધી ન શકી તેને મોરબી પોલીસે આરોપી રણજીતસિંહ મેવાસિંહ રાવત (ઉ.વ. 27), રહે. જગમાલપુરા, માલકીયા બાડિયા, થાણા સેંદડા, તા. રાયપુર, જી. બ્યાવર (પાલી), રાજસ્થાનમાંથી જ ઝડપી મોરબી લાવવામાં આવ્યો હતો.

પકડાયેલ આરોપી વિરુદ્ધ મોરબી જિલ્લાના માળિયા (મી.) પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલો હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત રાજસ્થાનના અજમેર જિલ્લાના સાંગાને પોલીસ સ્ટેશનમાં પણ છેતરપિંડીના ગંભીર ગુનામાં તે વોન્ટેડ હતો.

મોરબી એલ.સી.બી. પોલીસે રાજ્યની સરહદો પાર સુધી તપાસનો દોર લંબાવી ફરાર આરોપીને ઝડપી પાડતા ગુનાખોરી સામે પોલીસની સક્રિયતા અને કાર્યક્ષમતાનો પરચો આપ્યો છે. આરોપીની ધરપકડથી તપાસમાં વધુ મહત્વની વિગતો બહાર આવવાની શક્યતા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,600SubscribersSubscribe

TRENDING NOW