HomeGujaratવાંકાનેરના વઘાસિયામાં મારામારીની ઘટનામાં આરોપીને ઝડપી લેવા માંગ સાથે દલિત સમાજના...

વાંકાનેરના વઘાસિયામાં મારામારીની ઘટનામાં આરોપીને ઝડપી લેવા માંગ સાથે દલિત સમાજના ધારણા

વાંકાનેર તાલુકાના નવા વઘાસીયા ગામમાં તાજેતરમાં દલિત સમાજના યુવાનને ગામના સવર્ણ સમાજના કેટલાક લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો આ ઘટના બાદ જયારે ઈજાગ્રસ્ત પિતા પુત્ર સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે ત્યાં પણ આરોપીઓએ તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો.આ બન્ને ઘટનાના વિરોધમાં આજે મોરબી જિલ્લાના દલિત સમાજના આગેવાનો રોષે ભરાયા હતા અને જિલ્લા પોલીસ વડા કચેરીના ગેટ બહાર જ ધરણા પર બેસી ગયા હતા.

અને આ ઘટનામાં દોષિત આરોપીઓને ઝડપી લેવાની માંગ કરી હતી તેમજ સામે પક્ષે પણ આરોપી દ્વારા ફરીયાદીને દબાવવા અન્ય લોકો પાસે ખોટી ફરિયાદ કરવામાં આવી છે તે ફરિયાદ પછી ખેચવા માંગણી કરી હતી દલિત સમાજના આગેવાનો અને સમાજના લોકોએ જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીને આવેદન પત્ર આપ્યું હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW