સુરતમાં નિર્માણ પામેલા સૌથી મોટા ‘ડાયમંડ બુર્સ’ના લોકાર્પણની તૈયારીઓ થવા લાગી છે. આ ડાયમંડ બુર્સનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કરાવવા પ્રયત્નો શરૂ થયા છે.
ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ લખાણીએ કહ્યું હતું કે આ નિર્માણ કામ સંપૂર્ણ થઇ ગયું છે. દરેક સભ્ય એક સાથે જોડાઇ તે માટે સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. મુંબઇનો મોટો હિરા ઉદ્યોગ પણ આ ડાયમંડ બુર્સ તરફ વળે અને મુંબઇના ઘણા બિઝનેસમેન સુરત તરફ શીફટીંગની તૈયારી કરે તેવું માનવામાં આવે છે. વડાપ્રધાનના હસ્તે આ ઉદઘાટન થાય તેવો તખ્તો પણ ઘડવામાં આવ્યો છે.

પ્રોજેકટનું કામ સંપૂર્ણ પુરૂ થતા તા.5 જુને ગણેશ સ્થાપન કરીને 4200 ઓફિસના માલિકો, 4200 દિવડા પ્રગટાવીને મહાઆરતી કરશે. ડાયમંડ બુર્સમાં 300 થી 1000 ચો.ફુટની ઓફિસોમાં ફર્નિચર કરવા માટે કબ્જા સોંપી દેવામાં આવ્યા છે. ગણેશ સ્થાપના, મહાઆરતી અને સભાસદ સ્નેહમિલનનું આયોજન તા. પના સાંજે પ વાગ્યે ડાયમંડ બુર્સ ખજોદ ખાતે કરવામાં આવ્યું છે.

