HomeGujaratCentral Gujaratહાર્દિક પટેલ કોંગ્રેસમાંથી જાય તો કંઈ ફર્ક નથી પડતો: જગદીશ ઠાકોર

હાર્દિક પટેલ કોંગ્રેસમાંથી જાય તો કંઈ ફર્ક નથી પડતો: જગદીશ ઠાકોર

કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરનું ગેનીબેન ઠાકોરના વિવાદિત સંવાદ પર નિવેદન આપતા કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે, ગેનીબેન ઠાકોરની સ્પીચ મેં સાંભળી નથી. તેમ છતાં જાહેર જીવનમાં રહેલા વ્યક્તિએ બોલવા પર સંયમ રાખવો જોઈએ.

જગદીશ ઠાકોરે કહ્યું કે, ગેનીબેન ઠાકોરની સ્પીચ મેં સાંભળી નથી. તેમ છતાં જાહેર જીવનમાં રહેલા વ્યક્તિએ બોલવા પર સંયમ રાખવો જોઈએ. એટલું જ નહીં, તેમણે હાર્દિક વિશે પણ એક નિવેદન આપ્યું હતું. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે દાવો કરવા સાથે જણાવ્યું હતું કે, હાર્દિકના જવાથી પાર્ટીને કઈ ફરક નહીં પડે. કોંગ્રેસના પાટીદાર મતને કોઈ નુકસાન થશે નહીં. હું એવું ક્યાંય નથી માનતો કે હાર્દિકના જવાથી કોંગ્રેસને નુકસાન થશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, મને બતાવો કે હાર્દિકના જવાથી એક પણ પાટીદાર આગેવાને કોંગ્રેસ પક્ષ છોડ્યો હોય, કોઈએ નથી છોડ્યો. અમારી આખી કેડર અકબંધ છે.

ગેનીબેન ઠાકોરએ જનમેદનીને સંબોધી હતી, જેમાં તેમણે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યુ હતું કે, ચોર કોટવાલને દંડે તેવી ભાજપની વાત છે. એમની તાકાત નથી કે જીગ્નેશ, ગેનીબેન કે ગુલાબસિંહને પૈસાથી ખરીદી શકે. આ લડાઈ સરકારે જેની પર ખોટી ફરિયાદો કરી છૅ તે કેસ પાછા ખેંચવાની લડત છે. તાકાત હોય તો ગુલાબસિહ, ગેનીબેન કે જીગ્નેશ પર કેસ કરો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW