HomeGujaratએક્સાઇઝ ડયૂટી ઘટ્યા બાદ આટલા થયા પેટ્રોલ ડીઝલના ભાવ

એક્સાઇઝ ડયૂટી ઘટ્યા બાદ આટલા થયા પેટ્રોલ ડીઝલના ભાવ

કેન્દ્ર સરકારે મોંઘવારીથી ત્રસ્ત લોકો માટે રાહતનો નિર્ણય લીધો છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામણે શનિવારે પેટ્રોલ, ડીઝલ પર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી હતી, જેના પછી પેટ્રોલ, ડીઝલ અને ગેસ સિલિન્ડરના ભાવમાં તોતિંગ ધરખમ ઘટાડો થયો છે.

કેન્દ્રીય પ્રધાનેએ કહ્યું કે અમે પેટ્રોલ પર 8 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લીટર સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી ઘટાડી રહ્યા છીએ. અમદાવાદમાં આજની ઈંધણની કિંમત પેટ્રોલ માટે રુપિયા 96.63 પ્રતિ લિટર, ડીઝલ માટે રુપિયા 92.38 પ્રતિ લિટર, CNG માટે રુપિયા 55.95 પ્રતિ કિલો, LPG માટે રુપિયા 1002.50 પ્રતિ 14.2 કિલો છે.

વડોદરામાં અહીં પેટ્રોલની કિંમત પ્રતિલિટર 96.05 અને ડીઝલ પ્રતિલિટર 91.80 રૂપિયા છે. ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિલિટર 96.55 અને ડીઝલ પ્રતિલિટર 92.30 રૂપિયા છે. સુરતમાં આજની ઈંધણની કિંમતમાં પેટ્રોલની કિંમત પ્રતિલિટર 96.94 અને ડીઝલ પ્રતિલિટર 92.30 રૂપિયા છે. રાજકોટમાં આજની ઈંધણની કિંમત પેટ્રોલ માટે રુપિયા 96.22 પ્રતિ લિટર, ડીઝલ માટે રુપિયા 91.98 પ્રતિ લિટર છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW