દિલ્હી-મુંબઇનો ગ્રીન એક્સપ્રેસ હાઇવે માર્ચ 2023માં પૂર્ણ કરવાનું આયોજન છે. આ હાઇવે કુલ 1380 કિલોમીટરની લંબાઇ ધરાવે છે અને તેની પાછળ 98000 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. આ હાઇવે ગુજરાતમાં 423 કિલોમીટરની લંબાઇ ધરાવે છે.
જેમાં 60 મોટા બ્રીજ, 17 ઇન્ટરચેન્જ, 17 ફ્લાયઓવર અને આઠ આરઓબી નિર્માણ પામશે. ભરૂચ પાસે નર્મદા નદી પર બાંધવામાં આવી રહેલો આઇકોનિક બ્રીજ ભારતનો પ્રથમ આઠ લેનનો બ્રીજ હશે. નવા એક્સપ્રેસ હાઇ-વેથી દિલ્હી અને મુંબઇ વચ્ચેનો મુસાફરી સમય 24 કલાક થી ઘટીને 12 કલાક થશે.

રાજસ્થાનના 380 કિલોમીટર, મધ્યપ્રદેશના 370 કિલોમીટર, મહારાષ્ટ્રના 120 કિલોમીટર અને હરિયાણામાં 80 કિલોમીટરની લંબાઇ ધરાવે છે. કુલ પાંચ રાજ્યોના મોટા શહેરો જેવાં કે જયપુર, કિશનગઢ, અજમેર, કોટા, ચિત્તોડગઢ, ઉદયપુર, ભોપાલ, ઉજ્જૈન, ઇન્દોર, અમદાવાદ, વડોદરા અને સુરતનું ડેવલપમેન્ટ ઝડપથી શઇ શકશે.ગ્રીન હાઇવેની શરૂઆત માર્ચ 2019માં કરવામાં આવી હતી

