અરવલ્લીના મોડાસામાં અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. મોડાસાના આલમપુર પાસે ભયાનક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. બે ટ્રક અને એક કાર વચ્ચે ટક્કર બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. કેમિકલ ભરેલા ટેન્કર સાથે ટક્કર બાદ ભયંકર આગ ફાટી નીકળી હતી.
હાલ બે વ્યક્તિના મોતની આશંકા છે. આગના કારણે મોડાસા-નડિયાદ હાઇવે બંધ કરાયો છે. બંને તરફ 10 કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. વાહનોના થપ્પા જોવા મળી રહ્યા છે. બે ટ્રક અને એક કાર વચ્ચે અકસ્માત થયો હતો અકસ્માત બાદ ભીષણ આગ લાગી હતી. કેમિકલ ભરેલા ટેન્કર સાથે કાર ટકરાતા આગ ફાટી નીકળી હતી.

