વાંકાનેર મોરબી હાઈવે પર આવેલ નવા વઘાસીયા ગામમાં રહેતા દિલીપભાઈ કરશનભાઈ વાઢેર નામના યુવકની ખેતીની જમીન આવેલ હોય તે જમીનની બાજુમાં એક કાચો રસ્તો પસાર થતો હોય છે.અને ત્યાંથી ટોલ ટેક્સ બચાવવા જતા વાહનો આ રસ્તા પરથી પસાર થતા હોય છે બદલા વાહન ચાલકો પાસેથી રૂપિયા ઉઘરાવવામા આવતા હોય છે.ખેતર પાસેથી વાહન ચલાવવાનો યુવાને વિરોધ કરતા ગામના રવી ઝાલા,ખેંગાર સિંહ હઠેસિંહ ઝાલા,ભગતસિંહ ખેગારસિંહ ઝાલા.હરપાલ સિંહ,ભગીરથસિંહ રણજીતસિંહ ઝાલા, પિન્ટુ જનકસિંહ ઝાલા, મહાવિરસિંહ ભરતસિંહ ઝાલા,મયુરસિંહ રણજીતસિંહ ઝાલા, મયુરસિંહ મહાવિરસિંહ ઝાલા, રવી, ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા સહિતનાએ દિલીપભાઈ તેમજ તેમના પિતા કરશનભાઈ વાઢેરને ધમકી આપી ઢીકાપાટુંનો માર માર્યો હતો તેમજ ભરતભાઈ વાઢેર નામનો યુવક ઘટનાનો વિડીયો ઉતરતો હોવાથી આરોપીઓએ તેની પાસેથી મોબાઈલ પડાવી લઇ ગયા હતા બનાવ અંગે વાંકાનેર પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી
બીજી તરફ ગામના ખેંગારસિંગ ઝાલાની વાડીમાં કામ કરતા શ્રમીક મહિલા સીમાબેન દિનેશભાઈ ભાભર નામના પરપ્રાંતીય મજુરે દિલીપ ઉર્ફે દિનેશ કરશનભાઈ વાઢેર ,કરશનભાઈ પુનાભાઈ વાઢેર,રમણીક કરશનભાઈ વાઢેર,કલાભાઈ પુનાભાઈ વાઢેર,ભરતભાઈ ખેંગારભાઈ વાઢેર,જયેશભાઈ ખેંગારભાઈ વાઢેર,રાજેશ કલાભાઈ વાઢેર અને ખેંગારભાઈ પુનાભાઈ વાઢેર વિરુદ્ધ ધોકા અને પાઈપ જેવાં હથીયારથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી છે.આ અંગે વાકાનેર પોલીસે ગુન્હો નોધી પી.આઈ એન એ વસાવાએ તપાસ હાથ ધરી છે.

