કાર, ટ્રેક્ટર હોય કે ટ્રક ઈન શોર્ટમાં બુલેટથી લઈને બસ સુધીના તમામ વાહનોમાં ટાયરનો રંગ હંમેશા કાળો જ હોય છે. પણ શું તમે ક્યારેય તેનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો કે આવું કેમ હોય છે. જાણવા જેવું છે
ટાયર ખરીદતી વખતે આપણી પાસે કોઈ ઓપશન નથી હોતું, તે માત્ર કાળા રંગમાં જ હોય છે. આખરે શું છે આ પાછળનું કારણ? ટાયર 125 વર્ષ પહેલા સફેદ રંગમાં બનાવવામાં આવતા હતા. જે રબ્બરનો ઉપયોગ ટાયર બનાવવા માટે થાય છે, તેનો રંગ દૂધિયો સફેદ હોય છે. પણ આ પદાર્ધ એટલું મજબૂત નથી હોતું કે એક ઓટોમોબાઈલનો ભાર ખમી શકે. એટલે જ દૂધિયા સફેદ રબ્બરમાં કોઈ મજબૂત પદાર્ધને એડ કરવામાં આવે છે.
રબ્બરને મજબૂત કરવા માટે બ્લેક કાર્બનને ઉમેરવામાં આવે છે, જેનાથી ટાયરનો રંગ બદલાઈને કાળો થઈ જાય છે. કાર્બનના ઉમેરાથી ટાયરની મજબૂતી વધે છે. લાંબો સમય ટકે છે. કાર્બન ટાયર્સને ઓઝોન અને યુવી રેડિએશનના પ્રભાવથી પણ બચાવે છે.

