HomeNationalઆંદામાનમાં મેઘરાજાની એન્ટ્રી,જાણો ગુજરાતમાં ક્યારે પડશે વરસાદ

આંદામાનમાં મેઘરાજાની એન્ટ્રી,જાણો ગુજરાતમાં ક્યારે પડશે વરસાદ

આ વર્ષે, વહેલું ચોમાસુ ચક્રવાત આસાનીને આભારી છે. જેના કારણે દક્ષિણના પ્રદેશમાં પુષ્કળ પ્રમાણમાં ભેજ લાવ્યો હતો. ભારતીય હવામાન વિભાગ એ સોમવારે આંદામાન સમુદ્ર પર ચોમાસાની શરૂઆત થઈ એવી જાહેરાત કરી, જે તેના સામાન્ય સમયપત્રક કરતાં છ દિવસ વહેલું છે.

તાજેતરના દિવસોમાં, ક્રોસ-વિષુવવૃત્તીય પ્રવાહમાં પણ વધારો થયો હતો, જે ચોમાસાના પ્રવાહને આંદામાન સમુદ્ર પર સામાન્ય કરતાં વહેલા આગળ વધવામાં વેગ મળતા ત્યાં વરસાદ થયો છે. દક્ષિણ પશ્ચિમમાં ચોમાસાના પવનો આગામી દિવસોમાં દરેક પ્રદેશો પર ફરી વળે એમ છે અને ટાપુઓ પર વધુ વરસાદનl કરશે. આંદામાન અને નિકોબાર ટાપુઓમાં આગામી પાંચ દિવસોમાં વાવાઝોડા અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ થવાની ચેતવણી છે. મુંબઇમાં જુનના પ્રથમ સપ્તાહમાં અને ગુજરાતમાં 10મી જુન આસપાસ આવી જવાની શકયતા છે.

નૈઋત્ય ચોમાસુ 27 મે આસપાસ કેરળમાં દાખલ થઇ જવાની શકયતા છે. સામાન્ય રીતે કેરળમાં 1 જુને ચોમાસાનો પ્રવેશ થતો હોય છે તેના બદલે ચાર દિવસ વહેલું આગમન થઇ જશે. ચોમાસુ નોર્મલ જ રહેવાની આગાહી કરવામાં આવી છે. સતત ચોથા વર્ષે ભારતીય ચોમાસુ નોર્મલ રહી શકે છે. કેરળમાં ચોમાસાના વહેલા પ્રવેશના પગલે દેશભરમાં તે ઝડપથી આગળ વધે તેવી શકયતા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW