HomeNationalઅમરનાથ યાત્રા માટે તૈયારીઓને ફાઈનલ ટચ, 12000થી વધુ જવાન ખડેપગે

અમરનાથ યાત્રા માટે તૈયારીઓને ફાઈનલ ટચ, 12000થી વધુ જવાન ખડેપગે

બે વર્ષના સમયગાળા બાદ 30 જૂનથી શરૂ થઈ રહેલી અમરનાથ યાત્રાની સુરક્ષા માટે ડ્રોન કૅમેરા, અર્ધલશ્કરી દળના 12000 કરતા વધુ જવાનો અને સેંકડો પોલીસ કર્મચારીઓને ગોઠવી દેવામાં આવ્યા છે, એમ અધિકારીઓએ કહ્યું હતું.

દક્ષિણ કાશ્મીરમાં 3888 મીટરની ઊંચાઈએ આવેલી પવિત્ર અમરનાથ ગુફાની યાત્રાની સુરક્ષાવ્યવસ્થાની કેન્દ્રના ગૃહ ખાતાના સચિવ અજય ભલ્લાએ શુક્રવારે સમીક્ષા કરી હતી. કોરોનાની મહામારીને કારણે વર્ષ 2020 અને વર્ષ 2021માં અમરનાથ યાત્રા શરૂ ન હોતી કરી શકાઈ તો વર્ષ 2019માં બંધારણની 370મી કલમ રદ કરતા અગાઉ અમરનાથ યાત્રા ટૂંકાવી નાખવામાં આવી હતી. તાજેતરના અઠવાડિયાઓમાં જમ્મુ-કાશ્મીરમાં ચોક્કસ વ્યક્તિને નિશાન બનાવી આતંકવાદીઓ દ્વારા કરવામાં આવતી હત્યાની ઘટનામાં થયેલા વધારાને કારણે અમરનાથ યાત્રા માટે મોટો પડકાર ઊભો થયો છે. આ વરસે અમરનાથ યાત્રા 11 ઑગસ્ટે પૂરી થશે અને અંદાજે ત્રણ લાખ શ્રદ્ધાળુઓ તેમાં ભાગ લે તેવી શક્યતા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW