વિશ્વવિખ્યાત સંતુરવાદક પંડિત શિવકુમાર શર્માનું 84 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી કિડનીની બીમારીથી પીડાઈ રહ્યા હતા. કાશ્મીરના પરંપરાગત વાદ્ય ગણાતા સંતુર પર વગાડનારા તેઓ પહેલા કલાકાર હતા. ભારતીય શાસ્ત્રીય સંગીતની ખ્યાતિ દેશવિદેશમાં ફેલાવવા બદલ તેમનું 2001માં પદ્મવિભૂષણ એવોર્ડથી સમ્માન થયું હતું.
શિવકુમાર શર્માના દીકરા રાહુલ શર્મા પણ પિતાની માફક જાણીતા સંતુરવાદક છે. તેમણે બાંસુરીવાદક હરિપ્રસાદ ચૌરસિયા સાથે મળીને કેટલીક હિન્દી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું, તેમની જોડી શિવ-હરિની જોડી તરીકે ઓળખાતી હતી. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પણ શર્માના અવસાન પર શોક વ્યક્ત કરતા કહ્યું હતું કે તેમના અવસાનથી કળા જગતમાં મોટી ખોટ પડી છે.

