3 મેના રોજ અક્ષય તૃતીયાના અવસરે ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ખોલીને ચાર ધામ યાત્રાનો પ્રારંભ થયો હતો. 6 મેના રોજ કેદારનાથ ધામ અને રવિવારે બદ્રીનાથ ધામના દ્વાર ખુલતાની સાથે જ ચારેય ધામોમાં ભક્તોની ભીડ શરૂૂ થઈ ગઈ છે. યાત્રા શરૂ થયાના માત્ર 6 દિવસમાં 16 શ્રદ્ધાળુઓના મોત થયા છે. મોટાભાગના મૃત્યુ હૃદય સંબંધિત સમસ્યાઓના કારણે થાય છે.
ચારધામ 10,000 ફૂટ અને 12,000 ફૂટ વચ્ચેની ઊંચાઈ પર આવેલું છે. જેના કારણે અનેક યાત્રિકોને હૃદય સંબંધિત તકલીફો થઈ હતી. એક અંગ્રેજી અખબાર અનુસાર, આશ્ચર્યની વાત એ છે કે, રાજ્યએ યાત્રિકો માટે હેલ્થ ફિટનેસ સર્ટિફિકેટ આપવું ફરજિયાત બનાવ્યું ના હતુ કે, ના તો યાત્રાળુઓની સંખ્યા પર કોઈ મર્યાદા નક્કી કરાઈ હતી. આ ઉપરાંત, આ વર્ષે, કોવિડ રસીકરણ પ્રમાણપત્ર અથવા નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ પણ ફરજિયાત બનાવવામાં આવ્યો નથી. આરોગ્ય વિભાગના કર્મચારીઓએ કહ્યું કે મૃત્યુ ઘણા કારણોસર પણ થઈ રહ્યા છે.

તીર્થયાત્રીઓની સંખ્યા પર કોઈ મર્યાદા નથી અને તેથી ચેકપોસ્ટ પર ભીડ ઘણી વધારે છે. લોકોના આરોગ્ય પરીક્ષણો કરાવવામાં આવતા નથી અને જો કોઈ અનફિટ જણાય તો તેઓ અકસ્માતના કિસ્સામાં બાંયધરી આપવા તૈયારી બતાવે છે. 60 વર્ષથી ઉપરના લોકો એવા પણ છે જેમને બ્લડપ્રેશર અને સુગર જેવી અનેક બીમારીઓ હતી.ઉત્તરાખંડના આરોગ્ય મહાનિર્દેશક શૈલજા ભટ્ટે યાત્રાળુઓને અપીલ કરતા કહ્યું છે કે જે શ્રદ્ધાળુઓને હૃદય સંબંધિત અથવા અન્ય કોઈ જીવલેણ રોગ હોય તેમણે ચારધામની મુલાકાતના લેવી જોઈએ.
આ સાથે, તે ટૂંક સમયમાં પ્રવાસન વિભાગને પત્ર લખીને શ્રદ્ધાળુઓ માટે એડવાઈઝરી જાહેર કરવા કહેશે. હેલ્થ સર્ટિફિકેટ બતાવવું પડશે.આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સૌથી વધુ યાત્રાળુઓના મૃત્યુ યમુનોત્રી (8)માં થયા છે, ત્યારબાદ કેદારનાથ (5), ગંગોત્રી (2) અને બદ્રીનાથ (1)માં મૃત્યુ પામ્યા છે. મૃતકોમાં 13 પુરૂૂષો અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. મૃતકોમાં પાંચ ઉત્તર પ્રદેશના, ચાર ગુજરાતના, બે મહારાષ્ટ્રના, બે મધ્યપ્રદેશના અને રાજસ્થાન, હરિયાણા અને નેપાળના એક-એકનો સમાવેશ થાય છે.

