HomeGujaratરાજકોટમાં જુદા જુદા સ્થળો પર ફૂડ વિભાગના દરોડા,10 કિલો વાસી મરચાનો નાશ

રાજકોટમાં જુદા જુદા સ્થળો પર ફૂડ વિભાગના દરોડા,10 કિલો વાસી મરચાનો નાશ

મહાનગરપાલિકા દ્વારા સોરઠિયાવાડી થી કોઠારીયા રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના 34 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી કરીને ચાર આસામીને નોટીસ અપાઇ હતી. તો થોરાળાના રામનગરમાં 17 વેપારીને ત્યાં ચેકીંગ કરીને છ આસામીને નોટીસ અપાઇ છે. જેમાં વાસી ચોકલેટ, વાસી નમકીન, પડતર મરચા પાવડર સહિતના કુલ 22 કિલો માલનો નાશ કરવામાં આવ્યાનું તંત્રએ જાહેર કર્યું છે.

ફૂડ વિભાગ દ્વારા શહેરના રામનગર મેઇન રોડ થોરાળા વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના 17 ધંધાર્થીને ત્યાં ચકાસણી કરવામાં આવતા 18 કિલો વાસી તથા એક્સપાયરી થયેલ પેક ખાધ્ય ખોરાકનો નાશ કરીને 6 પેઢીને લાયસન્સ તથા સ્ટોરેજ બાબતે નોટીસ અપાઇ છે. ઉનાળામાં પાણીજન્ય રોગચાળો રોકવા ફૂડ વિભાગ દ્વારા ચાલતી ચેકીંગ ડ્રાઇવમાં ચાર આઇસ ફેકટરીને નોટીસ ફટકારવામાં આવી છે. બરફમાં વપરાતા પાણીના બેકટેરીઓલોજિકલ ચેકીંગ માટે પાણીના નમુના લેવાનું શરૂ કરાયું છે. જેમાં 4 ફેક્ટરીને હાયજિનિક કન્ડિશન જાળવવા તથા પાણીના રિપોર્ટ હાજર રાખેલ ન હોય જે બાબતે નોટિસ આપવામાં આવેલ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW