મોરબીના રવાપર ઘુનડા રોડ વિસ્તારના આવેલ રવાપર રેસીડન્સીમાં રહેતા યુવાન વિશાલ નરેન્દ્રભાઈ ગાંધીએ નીરવ અશોકભાઈ ગંદા અને અશોક ગંદા ઉચા વ્યાજે રૂપિયા લીધા હતા વિશાલે સમયસર ઉચું વ્યાજ ચુકવતા હોવા છતાં આરોપીઓએ વિશાલ પાસેથી પઠાણી ઉઘરાણી કરી બળજબરીથી રૂપિયા કઢાવી લીધા હતા અને યુવકને બન્ને આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેના આધારે પોલીસે નીરવ એને અશોકભાઈ ગંદા વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોધી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી બનાવ અગે એ ડીવીઝન પોલીસ મથકના પીએસઆઈ એ એ જાડેજા વધુ તપાસ હાથ ધરી છે.

