માળિયા તાલુકાનાં બગસરા ગામમાં રહેતા અને મીઠાના અગરમાં મજુરી કીશોરભાઈ વાઘેલાએ જિલ્લા કલેકટરના મીઠા પકવવા ૧૦ એકર જમીન ભાડા પટે આપવા અરજી કરી હતી જે અંગે જરૂરી કાર્યવાહી બાદ કલેક્ટરે જગ્યા અંગે હુકમ કરી દીધો હતો આ બાદ કીશોરભાઈ અને તેના પરિજનો કલેકટરે ફાળવેલ જગ્યા પર મીઠું પકવવાની કામગીરી પૂર્વે જગ્યા વાળવા અને પાળો બાંધવા ગયા હતા તે દરમીયાન જુસબ આમદ મિયાણા,ડાડૉ ઇકબાલ મિયાણા,ઉમર અલાયા જેડા,તાજ મહમદ ઉમરભાઈ જેડા અને હુસેન સંઘવાણી સહિતના ધસી આવ્યા હતા અને આ જગ્યા તેમની હોવાનું જણાવી અહી કોઈ પ્રવુતિ ન કરવા ધાક ધમકી આપી હતી આ ઉપરાંત આરોપીઓએ અહી પાછા આવશો તો જાનથી મારી નાખીશું તેવી અને તેમના પર અગાઉ અનેક કેસ હોય પોલીસ પણ કઈ નહી કરી શકે તેવી શેખી મારી કિશોરભાઈ અને તેના પરિવારના સભ્યોને ધમકાવી ભગાવ્યા હતા આં અંગે કિશોરભાઈએ જિલ્લા કલેકટરમાં ફરિયાદ કરી આરોપી વિરુદ્ધ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ તેમજ ધાક ધમકી આપવા સહીતના અલગ આલગ કલમ હેઠળ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી કરવા માંગણી કરી છે.

