Sunday, July 7, 2024
HomeGujaratLICના IPO અને ખાનગીકરણના મુદ્દે કર્મચારીઓનો સુત્રોચ્ચાર સાથે વિરોધ, હડતાળ

LICના IPO અને ખાનગીકરણના મુદ્દે કર્મચારીઓનો સુત્રોચ્ચાર સાથે વિરોધ, હડતાળ

LICના આઈપીઓ અને ખાનગીકરણના વિરોધમાં આજે કર્મચારીઓએ દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું છે. જેના પગલે રાજકોટ જીવનવિમા નિગમની કચેરીના કર્મચારીઓ સવારે કામગીરીથી અળગા રહીને દેખાવો તથા સુત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતાં. તેમજ હડતાળ કરવામાં આવી હતી.

શેરબજારમાં આજે LICનો IPO જાહેર થઈ ગયો છે. જેની સામે દેશભરના તમામ વિમા કર્મચારીઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્યુરન્સ એમ્પ્લોઇઝ એસોસિએશનના આગેવાનોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા વિમા નિગમનાં કર્મચારીઓનાં હિતને ધ્યાને રાખવા બદલે ખાનગીકરણની દિશામાં જે પગલાં લેવામાં આવી રહ્યાં છે. તેના વિરોધમાં દેશવ્યાપી હડતાળ જાહેર કરવામાં આવી છે.

આ મુદ્દે અગાઉ અનેક વખત કેન્દ્ર સરકારમાં રજુઆત કરવામાં આવી હોવા છતાં કેન્દ્ર સરકાર જીવન વિમા નિગમનાં કર્મચારીઓના હિતમાં કોઈ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી તેથી LICનો IPO જાહેર થાય તેજ દિવસે દેશભરનાં વિમાનિગમનાં કર્મચારીઓ દ્વારા હડતાળ જાહેર કરવામાં આવી છે. જેના ભાગરૂપે રાજકોટમાં પણ મહિલા કોલેજ નજીક આવેલ LIC કચેરીના કર્મચારીઓ સવારના 11.30થી 1.30 વાગ્યા સુધી કામગીરીથી અળગા રહીને કેન્દ્ર સરકાર સામે દેખાવો સુત્રોચ્ચાર કર્યાં હતાં.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,680FollowersFollow
2,040SubscribersSubscribe

TRENDING NOW