HomeNationalપતિના અવસાન બાદ પત્નીએ મોતની છલાંગ મારી

પતિના અવસાન બાદ પત્નીએ મોતની છલાંગ મારી

મધ્યપ્રદેશના ભોપાલમાંથી આત્મહત્યાની ઘટના સામે આવી છે. જેમાં ડોક્ટરના મૃત્યુ બાદ તેમની પત્નીએ બ્રિજ પરથી છલાંગ મારીને મોતને વહાલું કર્યું હતું. પ્રોફેશર પત્નીએ આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છે.પ્રીતિ મુળ મધ્યપ્રદેશના જબલપુર સિટીની રહેવાસી હતી. નારેલા કોલેજમાં પ્રોફેસર તરીકે કામ કરતી હતી. ચાર વર્ષ પહેલા બંનેના લગ્ન થયા હતા. ડોક્ટર પરાગ પાઠકના પિતા હરીશ પાઠક ડે.કલેકટર હતા. પરાગની માતા શોભા પાઠક સ્ત્રીરોગ નિષ્ણાત છે. જે પરાગ સાથે રહેતા હતા. મંગળવારે દિકરાની મોતથી હોસ્પીટલમાં જ ભાંગી પડ્યા હતા. આવી પરિસ્થિતિમાં વહુ બેટા કાર લઈને મોતની છલાંગ મારવા નીકળી હતી.

પતિનું મૃત્યુ થયાના એક કલાકમાં જ આત્મહત્યા કરી હતી. ભોપાલના ભદભાદા પુલ ઉપરથી છલાંગ મારી જીવન ટૂંકાવ્યું છે. બ્રેઇન હેમરેજના કારણે પતિનું અવસાન થયું હતું. પતિના મોત બાદ પત્ની એ કહ્યું કે, હવે આ દુનિયામાં મારું કોઈ રહ્યું નથી. આવું ડોકટરને બોલીને હોસ્પિટલમાંથી જતા રહ્યા હતા. પછી બ્રિજ પરથી કૂદી ગઈ હતી. જ્યારે મંગળવારે બંને એક પરિવારમાંથી એક સાથે નનામી ઉઠી છે. દંપતિના મોતથી પરિવારમાં માતમનો માહોલ છે. ભોપાલના જાનકીનગરમાં ચુનાભટ્ટીમાં રહેતા 47 વર્ષના ડૉ.પરાગ પાઠક ભાભા મેડિકલ કોલેજમાં પ્રોફેસર હતા. તા.28 એપ્રિલના રોજ એમની તબિયત ખૂબ બગડી હતી. એ સમયે આસી. પ્રોફેસર પત્ની પ્રીતિ ઝારિયાએ એમને પાણી પીવડાવ્યું હતું.

વધુ સારવાર માટે અરેરા સોસાયટી સ્થિત જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બ્રેન હેમરેજ હોવાનું જાણવા મળ્યું હતું. બીજા દિવસે સર્જરી કર્યા બાદ સારવાર આપવામાં આવી હતી. તારીખ 2જી મેના રોજ પત્નીને જાણવા મળ્યું કે પતિનું અવસાન થઈ ગયું છે. પામેલી પત્ની સૌથી પહેલા તેના મોટા ભાઈ ને ફોન કરીને આ બનાવ અંગે જાણ કરી. આ વાવડ સાંભળીને બંને ભાઈઓ રાજેન્દ્ર અને રાકેશ બારીયા યુદ્ધના ધોરણે હોસ્પિટલ માટે રવાના થયા હતા. આ સમયે પ્રોફેસર પત્નીએ ડોક્ટરને કહ્યું કે હવે જીવવાનો કોઈ અર્થ નથી. બન્ને ભાઈઓ પત્નીને શોધવા માટે બ્રિજ તરફ દોડી ગયા હતા. બેમાંથી એક પણ ભાઈ પહોંચે એ પહેલાં પત્ની પ્રીતિ એ છલાંગ મારી દીધી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW