HomeGujaratનવસારી નજીક જીવલેણ અકસ્માતમાં પાંચ વ્યક્તિના મોત, કાર પડીકુ વળી ગઈ

નવસારી નજીક જીવલેણ અકસ્માતમાં પાંચ વ્યક્તિના મોત, કાર પડીકુ વળી ગઈ

નવસારીના કસ્બા ધોળાપીપળા હાઈવે પર જીવલેણ અકસ્માત થયો હતો. જેમાં પુરપાટ સ્પીડે જતા કન્ટેનરે કારને અડફેટે લેતા પાંચ વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. અકસ્માત એટલો હૈયું હચમચાવે એવો હતો કે, ઈકોકાર આખી પડકું વળી ગઈ હતી. કારનો ભુક્કો બોલી ગયો હતો. કારને બહાર કાઢવા માટે ક્રેઈનની મદદ લેવી પડી હતી.ઈકો કારમાં બેઠેલા પાંચ વ્યક્તિઓનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

આ સમગ્ર કેસની જાણ થતા ગ્રામ્ય પોલીસની ટીમ હાઈવે પર પહોંચી ગઈ હતી. ક્રેઈનની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો છે. જ્યારે મૃતકોમાં મીનાક્ષી પ્રફુલ પટેલ, પ્રફુલ લલ્લુ પટેલ, રોનક કાન્તી પટેલ, શિવ પ્રફુલ પટેલ, મનીષા મુકેશ પટેલનો સમાવેશ થાય છે. આ પરિવારના ઘરમાં એક લગ્ન પ્રસંગ હતો. હરખ અને ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો છે. લગ્ન તૈયારીઓ કરવા માટે તથા ખરીદી કરવા માટે પરિવાર સુરત ગયો હતો. જે કન્યાના લગ્ન હતા એના માતા-પિતા, ભાઈ, માસી અને માસીના દીકરાનું મોત થયું છે. તા.25મીએ નવસારીના ચિખલી તાલુકાના સમરોલી ગામના પટેલ પરિવારમાં લગ્ન હતા. એ પહેલા આ ઘટના બનતા ઘરમાંથી નનામી નીકળી છે.

એક સાથે પાંચ નનામી ઊઠતા પરિવાર શોકગ્રસ્ત બની ગયો છે. આ અકસ્માતની જાણ થતા જ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. થોડા સમય માટે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. વાહનોના થપ્પા લાગ્યા હતા. વાહન ખસેડવા માટે ફાયરની ટીમની મદદ લેવામાં આવી હતી. ફાયરની ટીમે એક રેસક્યુ ઑપરેશન શરૂ કર્યું હતું. ગેસ કટરની મદદથી કાર તોડીને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાના પગલે રસ્તો બંધ થતાં વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. પાંચેય મૃતકોની ડેડબોડીને પોસ્ટમોર્ટ માટે પોલીસે સરકારી હોસ્પિટલ મોકલી આપ્યા હતા. અને પોલીસે આગળની કાર્યવાહી હાથધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW