HomeGujaratલીંબડી અમદાવાદ હાઇવે પર જીવલેણ અકસ્માત, 4નાં મોત

લીંબડી અમદાવાદ હાઇવે પર જીવલેણ અકસ્માત, 4નાં મોત

રવિવારની રાતે લીંબડી-અમદાવાદ હાઈવે પર ગોઝારો અકસ્માત સર્જાયો છે. લીંબડીના કટારિયા ગામ પાસે ઇકો કાર અને ખાનગી બસ વચ્ચે ટક્કર થતા ચાર યુવાનનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. અન્ય બે યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચતાં એમ્બ્યુલન્સથી સારવાર અર્થે લીંબડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 


રાજકોટના યુવાનો રાજસ્થાનમાં લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હતા. લીંબડી-અમદાવાદ હાઈવે પર કટારિયા ગામ પાસે  ઇકો કાર સામેથી આવતી બસ સાથે અથડાતા ઇકો કારનો કચ્ચરઘાણ વળી ગયો છે. આ ટક્કર એટલી જોરદાર હતી કે ચાર યુવાનોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા. કારનાં પતરાં ચીરીને મૃતદેહો બહાર કઢાયા હતા. આ અકસ્માતની જાણ થતા સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા. હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો પણ વાહન ઉભું રાખી ટોળે વળ્યા હતા અને બચવા કાર્યમાં જોતરાયા હતા.

થોડીવારમાં  લીંબડી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. લીંબડી પોલીસ અને સ્થાનિકોએ મૃતકોના મૃતદેહોને કારનાં પતરા ચીરીને બહાર કાઢ્યા હતા. મૃતદેહોને પીએમ માટે લીંબડી સરકારી હોસ્પિટલ મોકલી આપી અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિકજામ થઇ ગયો હતો. બીજી બાજુ, આ યુવાનોના પરિવારને જાણ થતાં શોકમાં ડૂબ્યા છે.
 

સાગરભાઇ જે. પવાર (ઉંમર વર્ષ- 27), અનિલભાઈ બી. ચૌહાણ (ઉંમર વર્ષ- 25), સંદીપભાઇ કે. જોટાણિયા. (ઉંમર વર્ષ- 25) અને ઇમરાનભાઇ કે. સમા (ઉંમર વર્ષ- 24) ના મોત થયા છે. આ ઉપરાંત રાઘવ સત્યપ્રકાશ અને રાજ મુકેશભાઈ નામના બે યુવાનો ઘાયલ થયા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW