HomeGujaratમોરબીમાં ક્રિકેટ રમવા બાબતે થયેલ ઝઘડા બાદ યુવકની હત્યા કરનાર આરોપીને...

મોરબીમાં ક્રિકેટ રમવા બાબતે થયેલ ઝઘડા બાદ યુવકની હત્યા કરનાર આરોપીને આજીવન કેદ ફટકારતી કોર્ટ

મોરબીના મકરાણી વાસ વિસ્તારમાં રહેતા એઝાઝ અકતરભાઈ બ્લોચ નામના 19 વર્ષના યુવકને વર્ષ 2017માં ક્રિકેટ રમવા બાબતે શાહરુખ શબિરભાઈ દરજાદા અને એક સગીર બાળક સાથે ઝઘડો થયો હતો અને તેનો ખાર રાખી સગીર અને શાહરૂખ મળી એઝાઝને એક્ટિવામાં સજ્જનપર ઘુનડા રોડ પર લઈ ગયા હતા. અને પહેલા ઝેરી દવા વાળી સોડા પિવડાવી બે ભાન કરી નાખ્યો હતો બાદમાં છરીના ઘા ઝીકી હત્યા કરી હતી આ ઘટનામાં.મૃતકના પિતા અકતર ઇબ્રાહિમભાઈ બ્લોચની ફરિયાદ આધારે પોલિસે બન્ને આરોપીને ઝડપી લીધા હતા બે માંથી એક આરોપી સગીર હોવાથી તેના વિરુદ્ધ જુવેનાઇલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે જ્યારે બીજા એક આરોપી શાહરુખ શબિરભાઈ દરજાદાને મોરબી જેલ હવાલે કર્યો હતો આ હત્યા પ્રકરણ મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલતો હતો દરમિયાન જેમાં સરકારી વકીલ વિજય જાની દ્વારા આરોપી વિરુદ્ધ દલીલ કરી હતી તેમજ આરોપી વિરુદ્ધ 38 પુરાવા તેમજ 32 જેટલા સાક્ષીઓની જુબાની રજૂ કરી હતી જેના આધારે પ્રિન્સીપાલ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ એ.ડી ઓઝાએ આરોપી શાહરુખને કેસમાં ગુનેગાર ગણી આજીવન કેદની સજા તેમજ રૂ.10 હજારનો દંડ ફટકાર્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW