રાજકોટમાં સદર બજારમાં આવેલી એક હોટલમાં કામ કરતી યુવતી ઉપર હોટલના જ મેનેજરે અનેકવખત દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. તો યુવતિએ પગારના સાચવવા માટે આપેલા રૂપિયા પણ પાછા નહીં આપ્યાનો આક્ષેપ કર્યો છે.

રાજકોટની સદર બજારમાં આવેલી એક હોટલમાં કામ કરતી યુવતી પર હોટલના જ મેનેજર જબ્બરે અનેકવખત દુષ્કર્મ આચર્યાની ફરિયાદ પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. મહિને મળતો 10 હજાર પગાર પણ યુવતી મેનેજરને સાચવવા આપતી હતી. જો કે ફરિયાદમાં પગારની આ રકમ પણ મેનેજરે પરત ન કરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે જબ્બર વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હોટલમાં કામ કરતી યુવતી અને જબ્બર વચ્ચે 2014થી 2016 સુધી પ્રેમસંબંધ હતો. પ્રેમસંબંધ દરમિયાન અવારનવાર મરજી વિરૂદ્ધ જબ્બરે યુવતી પર દુષ્કર્મ આચર્યાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. પ્રદ્યુમનનગર પોલીસે આરોપી મેનેજર જબ્બર વિરૂદ્ધ આઈપીસી 376, 406 અને 420 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

