તા. 20 માર્ચ 2017ના રોજ હાર્દિક પટેલ સામે કોર્પોરેટર પરેશ પટેલે કેસ નોંધાયો હતો. કોર્પોરેટર પરેશ પટેલના ઘરે આસ્થા બંગલોઝમાં હુમલો કરાયાની ફરિયાદ નોંધાવાઈ હતી. જે ફરિયાદ અંગે કેસ પાછો ખેંચવા સરકારે અરજી કરી હતી. અનામત આંદોલન વખતે નોંધાયેલા 900 કેસમાંથી હજુ 187 કેસ પડતર છે. જે અંગે કામગીરી બાકી છે.
એક મહિના પહેલા જ પાટીદાર અનામત આંદોલન સામે પાટીદારો પર યેલા કેસને લઈ રાજ્ય સરકારે 10 કેસ પાછા ખેંચવા નિર્ણય કર્યો હતો. આ સાથે હાર્દિક પટેલ સામેના કેસ પણ પાછા ખેંચવા કામગીરી ચાલી હતી. નરોડા, રામોલ, બાપુનગર અને ક્રાઈમ બ્રાંચ, સાબરમતી, નવરંપુરા અને શહેરકોટડામાં 1-1, જ્યારે કૃષ્ણનગરના 2 કેસ છે, જે પરત ખેંચવામાં આવ્યા છે. સરકારે પરત ખેંચેલા 10 કેસમાંથી અમદાવાદ સેશન્સ કોર્ટમાંથી 7 કેસ, જ્યારે મેટ્રોપોલિટન કોર્ટમાંથી 3 કેસ પરત ખેંચાયા છે. અનામત આંદોલન સંબંધી 228 પોલીસ ફરિયાદો રદ કરાઇ છે. આ ઉપરાંત કુલ 140થી વધુ કેસ પેન્ડિંગ છે. જોકે, આનંદીબેન પટેલથી લઈને વિજય રૂપાણી સુધી રાજ્યના મુખ્યમંત્રીઓ કેસ પાછા ખેંચવાની વાત ભાર દઈને કહી ચૂક્યા છે. એક બાજું ચૂંટણી નજીક આવી રહી છે. એવામાં આ મુદ્દાએ રાજકીય માહોલ વધુ વેગીલો બનાવી દીધો છે.

આ પહેલા પણ હાર્દિક પટેલે કેસ પાછા ખેંચવા અંગે સરકારને બે વખત અલ્ટિમેટમ આપ્યું હતું. એ પછી સરકારને નિર્ણય કર્યો હતો. રાજ્યમાં પાટીદાર સંગઠીત ક્ષેત્ર અને વિસ્તારો વધારે છે. સરકારની અગ્નિ પરીક્ષા આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈ વિકાસ કરવાની છે. મુખ્યમંત્રી પદે ભૂપેન્દ્ર પટેલ આવ્યા બાદ પહેલી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. વિકાસના માળખાની સાથે પક્ષના સંગઠન પણ એટલું ધ્યાન દેવાનું છે. એટલે હવે જોવાનું એ છે કે, હાર્દિક પટેલ સરકાર સામે ક્યા મુદ્દે રજૂઆત કરે.
હાર્દિક પટેલ સામે રામોલમાં નોંધાયેલી ફરિયાદને લઈ મોટા સમાચાર આવ્યા છે. જેમાં પાટીદાર અનામત આંદોલન પછી થયેલા જુદાદ જુદા કેસને પાછા ખેંચવા અંગે રાજ્ય સરકારે કોર્ટમાં અરજી કરી હતી. જેને મેટ્રોપોલિટન કોર્ટે ફગાવી છે. જે અરજીમાં હાર્દિક પટેલ અને અન્ય સામે રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસ પાછા ખેંચવા સરકારની અરજી ફગાવતા પાટીદારો નારાજ થયા છે. તા. 2 મેના રોજ આ કેસમાં તહોમતનામું સાંભળવાનું હોવાથી તમામ આરોપીઓને હાજર રહેવા પણ કોર્ટે તાકીદ કરી છે.

