ઓએસએલ કંપનીની ખરીદી કર્યાં બાદ હવે અદાણી ગ્રુપ દ્વારા સિમેન્ટ કંપનીઓને હસ્તગત કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. એક મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે ગૌતમ અદાણી જૂથ હોલ્સિમ લિમિટેડના ભારતીય કારોબારને હસ્તગત કરવા માટે પ્રાથમિક તબક્કાની ચર્ચા કરી રહ્યું છે. જો આવું થયું તો અંબુજા સિમેન્ટ અને એસીસી કંપની બંને હસ્તગત કરીને વિશ્વની સૌથી મોટી સિમેન્ટ કંપની ખરીદશે.

વિશ્વના સૌથી ઝડપી વેલ્થ ક્રિએટર બિલિયોનર ગૌતમ અદાણી ગ્રૂપ આગામી દિવસોમાં હોલ્સિમ પાસેથી અંબુજા સિમેન્ટ્સ લિમિટેડમાં કંટ્રોલિંગ હિસ્સો હસ્તગત કરવા માટેના કરાર પર હસ્તાક્ષર કરી શકે છે. હોલ્સિમ સાથે ભારતીય બિઝનેસ ખરીદવા માટે જેએસડબલ્યુ ગ્રૂપ સહિત અન્ય બિડર્સ પણ ચર્ચા કરી રહ્યાં હોવાનું અહેવાલમાં જણાવાયું છે. એપ્રિલ માસની શરૂઆતના એક મીડિયા રિપોર્ટ અનુસાર વિશ્વના સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદક સમૂહ હોલ્સિમ અંબુજા સિમેન્ટમાં તેમનો 63.1 ટકા હિસ્સો ધરાવે છે. અંબુજાની પેટાકંપની એસીસીમાં પણ સંપૂર્ણ હિસ્સો વેચવા માટેની હોલ્સિમે તૈયારી દર્શાવી છે.

હોલ્સિમ તેના વર્લ્ડવાઈડ બિઝનેસના રીસ્ટ્રકચરિંગના પ્લાન હેઠળ નોન-કોર એસેટનું વેચાણ કરી રહી છે. કંપનીએ સપ્ટેમ્બરમાં તેના બ્રાઝિલના એકમને 1 અબજ ડોલરમાં વેચ્યો છે અને ઝિમ્બાબ્વેના કારોબારને પણ વેચાણની યોજના બનાવી રહી છે. 1983 માં સ્થપાયેલ અંબુજા 31 મિલિયન મેટ્રિક ટનની સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે અને ભારતમાં છ ઈન્ટીગ્રેટેડ પ્રોડ્કશન પ્લાન્ટ અને આઠ સિમેન્ટ ગ્રાઇન્ડીંગ એકમો પણ કંપની પાસે છે. અદાણી ગ્રૂપની ફ્લેગશિપ ફર્મ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ પાસે હાલ બે સિમેન્ટ પેટાકંપનીઓ છે. અદાણી સિમેન્ટેશન લિમિટેડ ગુજરાતમાં એક ઈન્ટીગ્રેટેડ સર્વિસ ઉભી કરવાનું આયોજન કરી રહી છે. ગૌતમ અદાણીએ જૂન 2021માં અદાણી સિમેન્ટ લિમિટેડની સ્થાપના કરી હતી.

