મોરબી તાલુકાને અડીને આવેલ ભડીયાદ ગ્રામ પંચાયતનું અચાનક વિભાજન કરી નવી જવાહર ગ્રામ પંચાયતની પંચાયત વિભાગે મંજૂરી મળી ગઇ હતી. આ અંગે અગાઉ પણ સ્થાનિકોએ નવી ગ્રામ પંચાયત બાબતે વિરોધ કર્યો હતો જોકે તેમનો વિરોધ અવગણના કરી આ પંચાયતની સ્થાપના થતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. આજે નવ નિર્મિત જવાહર ગ્રામ પંચાયતની પ્રથમ ગ્રામ સભા મળી હતી.જોકે અગાઉથી જેનો અંદાજ હતો તે મુજબ સ્થાનિકોએ આ ગ્રામસભાનો બહિષ્કાર કર્યો હતો.ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો અને ગ્રામ પંચાયતની જૂની ચૂંટાયેલ બોડીએ જવાહર તેમજ આસપાસના ગ્રામજનોને અંધારામાં રાખી નવી ગ્રામ પંચાયતના ઠરાવ પર ગામ લોકોની સહી લેવડાવી લીધી હતી.ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે અધિકારીઓ અને પદાધિકારીઓ પણ એસસી એસટી ઓબીસીની અરજીઓ માન્ય ન રાખતા હોવાનો આક્ષેપ કર્યો હતો. ગ્રામ સભાનો બહિષ્કાર કરી વહીવતદારને આવેદનપત્ર આપ્યું હતું
. સ્થાનિકો એવો પણ ગ્રામ સભામાં એવી પણ રજુઆત કરી હતી કે નવી ગ્રામ પંચાયત ફાળવામાં આવી રહી છે. તેમાં રેવન્યુ વિભાજનમાં વસ્તી મુજબ સર્વેનીં જમીન આપવામાં આવી નથી જે જમીન આપવામાં આવી છે તેમાં અગાઉથી દબાણ છે.જેથી જો નવી ગ્રામ પંચાયત બની ગયા બાદ જમીન ગામતળ કરવાની થાય તો ભવિષ્યમાં આંતરિક ઝઘડા થવાની શક્યતા રહે છે. આ અનેક વિવાદોને ધ્યાને લઇ સ્થાનિકો નવી ગ્રામ પંચાયત જોઈતી ન હોય અને હાલ જે સ્થિતિમાં ભડીયાદ ગ્રામ પંચાયત સાથે જોડાયેલી છે તેમને તેમ રાખવા માગણી કરી હતી.

