ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજકીય પાર્ટીઓમાં ભરતી મેળાનો પણ પ્રારંભ થયો છે. જે આગામી દિવસો પણ ચાલુ રહેશે. તો બીજી તરફ કોંગ્રેસની સ્થિતિ પણ જોખમમાં મુકાઈ છે. અનેક નેતાઓ એક બાદ એક રાજીનામા આપી રહ્યાં છે. ચૂંટણી પહેલા જ કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા અને સિનિયર નેતા પણ કોંગ્રેસ છોડીને આપમાં જોડાશે.
कैलाशदान के गढवी का हाथ 🙏। आम आदमी पार्टी के साथ 🤝॥। 🙏💐जय माताजी 💐🙏@ArvindKejriwal @isudan_gadhvi @Gopal_Italia @PTI_News pic.twitter.com/qZbtqE193j
— C A Kailash k Gadhvi (@kailashkgadhvi) April 23, 2022
વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડીને ભાજપ અને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યાં છે. તાજેતરમાં જ સૌરાષ્ટ્રના બે દિગ્ગજ નેતા વશરામ સાગઠિયા અને ઈન્દ્રનિલ રાજ્યગુરુએ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરીને પાર્ટીમાં જોડાયાં હતાં. હવે કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા અને સિનિયર નેતા કૈલાશ ગઢવીએ પણ અરવિંદ કેજરીવાલની મુલાકાત કરી છે અને તેઓ આવતીકાલે આમ આદમી પાર્ટીમાં જોડાશે. તેમણે ટ્વિટર પર કેજરીવાલ સાથેની મુલાકાતનો ફોટો પણ શેર કર્યો છે.
सत्ता पाने या सरकार बनाने की कट्टर संकल्प के अभाव मै पिछले काफ़ी समय से कोंग्रेस का नेत्रित्व गुजरात मै सरकार बनाने मै असफल रहा है इससे सबसे ज़्यादा नुक़सान ज़मीन से जुड़े उन कार्यकर्तावों का होता है जो दिन रात मेहनत करते है अब थकान बहुत हो गई है – चलो कुछ नया करते है @AICCMedia
— C A Kailash k Gadhvi (@kailashkgadhvi) April 22, 2022
કોંગ્રેસ નેતા કૈલાશ ગઢવીએ અગાઉ એક ટ્વિટ કર્યુ હતું કે, હવે પાર્ટીમાં થાક બહુ લાગ્યો છે. ચાલો કંઈક નવું કરીએ. ટ્વિટર પર લખ્યું છે કે સત્તા મેળવવા કે સરકાર બનાવવાના કટ્ટર સંકલ્પના અભાવમાં છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસનું નેતૃત્વ ગુજરાતમાં સરકાર બનાવવામાં નિષ્ફળ રહ્યું છે. તેનાથી સૌથી વધુ નુકસાન જમીન સાથે જોડાયેલા તે કાર્યકર્તાઓ થાય છે. જે દિવસ રાત મહેનત કરે છે..હવે થાક બહુ લાગ્યો છે. ચાલો કંઈક નવું કરીએ. ચાર્ટડ એકાઉન્ટન્ટ કૈલાશ ગઢવીએ જણાવ્યું હતું કે, મને કોંગ્રેસમાં નવસર્જન કે નવો દોરી સંચાર જેવું કંઇ જોવા મળી રહ્યું નથી. તેથી હવે 300 જેટલા કાર્યકતા સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઉ છું.

