જમ્મુના ચડ્ડા કેમ્પ વિસ્તારની પાસે શુક્રવારે વહેલી સવારે ચેકિંગ ડ્યુટી પર જઈ રહેલા સી આઈ એસ એફ જવાનની બસ પર હુમલો થયો હતો જેમાં ૩ જવાન શહીદ થયા હતા જયારે 11 ઘાયલ થયા હતા જમ્મુમાં એક દિવસમાં અલગ અલગ ત્રણ આતંકી હુમલાની ઘટના બની હતી આ બનાવમાં DGP દિલબાદ સિંહે જણાવ્યું હતું કે સુજવાન મિલિટરી સ્ટેશન નજીક સુજવાનમાં થયેલા આતંકવાદી હુમલાને પીએમ નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા ખલેલ પહોંચાડવાનું કાવતરું ગણાવ્યું છે. તેમણે કહ્યું કે એવું લાગે છે કે પીએમ નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા ખલેલ પહોંચાડવા માટે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આતંકવાદીઓએ CISF બસ પર હુમલો કર્યો હતો.જેમાં એક જવાન શહીદ થયો હતો, જ્યારે 11 લોકો ઘાયલ થયા હતા. આ પછી, સુરક્ષા દળો દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને હુમલાખોર બંને આતંકવાદીઓને ઘેરી લેવામાં આવ્યા હતા અને માર્યા ગયા હતા. પીએમ મોદીના પ્રવાસ પહેલા આ હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને બેઠક બોલાવવામાં આવી હતી
કેન્દ્રશાસિત પ્રદેશના ડીજીપી દિલબાગ સિંહે કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદી રવિવારે સાંબા જિલ્લાના પાલીમાં આવવાના છે, જ્યાં આ આતંકવાદી હુમલો થયો હતો ત્યાંથી માત્ર 20 કિમી દૂર સ્થિત છે. જો કે, પોલીસ અધિકારીએ એ વાત પર સંતોષ વ્યક્ત કર્યો કે સુરક્ષા દળોએ આતંકવાદીઓના હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો અને તેમને ઠાર માર્યા.દિલબાગ સિંહે કહ્યું કે એવું લાગે છે કે આ બંને આતંકવાદીઓ આત્મઘાતી હુમલાખોર હતા. “અમારા અહેવાલો અનુસાર, બંને આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદના હતા અને તેઓ પાકિસ્તાનના રહેવાસી છે.”

એવું લાગે છે કે આ આતંકવાદીઓને સુરક્ષા દળો અને તેમના ઠેકાણાઓ પર હુમલો કરવાની તાલીમ આપવામાં આવી હતી, એમ તેમણે જણાવ્યું હતું. તેણે શરીર પર વિસ્ફોટકો બાંધ્યા હતા. આ સૂચવે છે કે તેમની પાસે સુરક્ષા દળો અને તેમના ઠેકાણાઓને નુકસાન પહોંચાડવા માટે પોતાને ઉડાવી દેવાની યોજના હતી.તેમણે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા જમ્મુમાં અશાંતિ ફેલાવવાનું કાવતરું હતું. બંને આતંકીઓએ વિસ્ફોટકો બાંધ્યા હતા. આ સિવાય તેમની પાસે મોટી સંખ્યામાં હથિયારો હતા અને તેઓ સેટેલાઇટ ફોન પણ લઈ જતા હતા. તેમની પાસેથી પાકિસ્તાનની કેટલીક દવાઓ, એનર્જી ડ્રિંક્સ વગેરે પણ મળી આવ્યા છે.
આ દરમિયાન, હુમલામાં ઘાયલ થયેલા CISF જવાનોની ઓળખ પણ સામે આવી છે. આ હુમલામાં એક ASI શહીદ થયો છે, જ્યારે 11 જવાન ઘાયલ થયા છે. ઘાયલ થયેલા જવાનોમાં ત્રણ જમ્મુ-કાશ્મીરના છે, જ્યારે બે બિહારના અને એક ઉત્તર પ્રદેશના છે.

