મહાનગર અમદાવાદમાં ક્યારેય પાણીની મુશ્કેલી ઊભી ન થાય એ માટે કોર્પોરેશન તરફથી સમયાંતરે ચોક્કસ પ્રકારનું આયોજન કરવામાં આવે છે. વરસાદી પાણીને સ્ટોર કરવા માટે તમામ સોસાયટીઓ અને ફ્લેટમાં પીપીપી ધોરણે પરકોલેટિંગ વૉલ તૈયાર કરવા માટે કોર્પોરેશન 80 ટકા રકમ પોત ભગોવશે. જ્યારે 20 ટકા રકમ સોસાયટી તરફથી ફાળવવામાં આવશે. આ પ્રકારની એક દરખાસ્ત તૈયાર કરીને સ્ટેન્ડિગ કમિટીમાં મૂકવામાં આવશે.
જેને મંજૂરી મળી જતા વરસાદી પાણી વેડફાતું અટકશે. વરસાદી પાણીના સંગ્રહ માટે લોો પરકોલેટિંગ વૉલ પીપીપી ધોરણે બનાવી શકશે. વરસાદ થતા ટીપાઓને પરકોલેટિંગ વૉલમાં સ્ટોર કરીને જમીનમાં ઊંડે સુધી ઊતારી શકાશે. આ હેતુંને ધ્યાને લઈને કોર્પોરેશન તરફથી ચાલું વર્ષે બજેટ અનુસાર સોસાયટી ફ્લેટમાં ગ્રાઉન્ડ વૉટર ટેબલ રીચાર્જ કરીને વૉલ તૈયાર કરવા માટે કોર્પોરેશન ખર્ચો ઊઠાવશે. જ્યારે પણ અમદાવાદમાં વરસાદ પડે છે ત્યારે સર્વત્ર બધુ જળબંબાકાર થઈ જાય છે. જેના કારણે લોકો પણ તોબા પોકારી જાય છે.

જો સોસાયટીઓ અને ફ્લેટ્સમાં પરકોલેટિંગ વૉલ તૈયાર થાય તો વરસાદી પાણીને સરળતાથી જમીનમાં ઊંડે સુધી ઊતારી શકાશે. નાના વોટર લોગિંગ સ્થળોને દૂર કરી શકાશે.હાલ તો અમદાવાદ શહેરમાં કોઈ આ પ્રકારની સિસ્ટમ જોવા મળતી નથી. બગીચાઓમાં પણ પરકોલેટિંગ વૉલ ઝાડના પાન, ધૂળ અને માટીથી નષ્ટ થઈ ગઈ છે. અનેક એવી સોસાયટીઓમાં પણ જે તે સમયે બનાવાયેલી પરકોલેટિંગ વૉલ બિન ઉપયોગી બની ગઈ છે. ચોમાસા પહેલાં પહેલા તંત્ર રીચાર્જ કરવા માટે નોટિસ ફટકારાઈ છે.
પણ પછી કેટલીક વસ્તુઓને અભેરાઈએ ચડાવી દેવામાં આવે છે. જોકે, આ સિસ્ટમ જો તૈયાર થાય તે પાણીનો પ્રશ્ન ઉકેલાઈ શકે છે. બીજી બાજું વરસાદનું પાણી જ્યાં જમા થાય છે એ સમસ્યાનો પણ નીવેડો આવી શકે છે. જોકે, આ સિસ્ટમ અમદાવાદમાં તૈયાર થાય તો પાણીનો પ્રશ્ન ઉકેલાઈ શકે. જોકે, હાલમાં તંત્રએ હાલ આ કોન્સેપ્ટ વિચારણા હેઠળ મૂક્યો છે. મંજૂરી મળ્યા બાદ જ આ અંગે કામગીરી થશે.

