HomeGujaratગોંડલમાં 7 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરનાર આરોપીને 20 વર્ષની...

ગોંડલમાં 7 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરનાર આરોપીને 20 વર્ષની સજા

ગોંડલમાં એક વર્ષ પહેલા અપહરણ કરીને લાવેલા બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. ગોંડલ કોર્ટે આ કેસમાં આરોપીને 20 વર્ષની સજા ફટકારી છે. આ કેસમાં પીઆઈની પણ જૂબાની લેવાઈ હતી.

16 ફેબ્રુઆરી 2021ના રોજ શાપર વેરાવળમાં સાત વર્ષના બાળકને આરોપીએ બદઈરાદાથી અપહરણ કરી લીધું હતું. ગોંડલ વિસ્તારમાં લાવી બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. નેપાળી પરિવારના 7 વર્ષના બાળક પર કરેલા અમાનુષી અત્યાર બાદ યુપીનો આરોપી ફરાર થઈ ગયો હતો. જે બાદ તએની ઘરપડક કરી ગુનો નોંધી કોર્ટ સમક્ષ રજૂ કરતાં આજે ગોંડલ કોર્ટે 20 વર્ષની કેદની સજા ફટકારી છે.

હવસખોર આરોપી નાના બાળકને પોતાની હવસનો શિકાર કરી નાસી છૂટયો હતો. જે બાદ પોલીસે યુપી પોલીસની મદદથી આરોપીને ધર દબોચી લીધો હતો. અને કોર્ટ સમક્ષ હાજર કર્યો હતો જેમાં ફરિયાદી પક્ષ તરફથી વકીલે દલીલ કરી હતી કે ગુનાહિત કૃત્ય આચરનાર આરોપી દિલીપ જવાહરલાલ સરોજે મગજમાં ક્રિમિનલ સાઇકોલોજી ડેવલોપ કરી માસૂમ બાળક સાથે અમાનુષી અત્યાચાર કરી દુષ્કર્મ આચર્યું હતું. જેની બાળકના માનસ પર ગંભીર અસર પડી હતી.જે બાદ પોલીસ તપાસ કરી કેસ માટે સબૂત એકઠા કરી લાવેલા પીઆઈની પણ જુબાની લેવામાં આવી હતી. પોકસો એક્ટ હેઠળ થયેલી આ કાર્યવાહીમાં જજ વી.કે.પાઠકે નરાધમ આરોપીને 20 વર્ષની કેદની સજા સંભળાવી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW