HomeGujaratમોરબીના મોડપર ગામમાં હનુમાન મંદિરમાં ભટ્ટ પરિવારે યજ્ઞનું આયોજન કર્યું

મોરબીના મોડપર ગામમાં હનુમાન મંદિરમાં ભટ્ટ પરિવારે યજ્ઞનું આયોજન કર્યું

મોરબી નજીકના મોડપર મુકામે દર વર્ષે ઇષ્ટ દેવ હનુમાન દાદાના મંદિરે હનુમાન જયંતિના દિવસે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે ચાલુ વર્ષ પણ શનિવારે હનુમાન જયંતીના દિવસે યજ્ઞનું આયોજન કરાયું હતું. આ વર્ષે યજ્ઞમાં યજમાન પદે મૂળ વનાળિયા હાલમાં મુંબઈ રહેતા હિતેષભાઇ અને તેનો પરિવાર હતો. અને યજ્ઞમાં આહુતિ આપી હતી. ત્યારે મોરબીની આસપાસના વિસ્તારમાં રહેતા તમામ ભટ્ટ પરીવારના લોકો હાજર રહ્યા હતા. આ ધાર્મિક કાર્યને સફળ બનાવવા માટે બળવંતભાઈ એલ. ભટ્ટ, જે.પી. ભટ્ટ, દિનેશભાઇ ભટ્ટ, પ્રવીણભાઈ ભટ્ટ, કપિલભાઈ ભટ્ટ, હસમુખભાઇ ભટ્ટ, દીપકભાઈ ભટ્ટ, અનુભાઇ ભટ્ટ, કનુભાઈ ભટ્ટ, રમેશભાઈ ભટ્ટ, સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,330SubscribersSubscribe

TRENDING NOW