HomeGujaratચોમાસા પહેલા જ જૂનાગઢમાં ભરાયા ગોઠણડૂબ પાણી, વાંચો શું છે કારણ

ચોમાસા પહેલા જ જૂનાગઢમાં ભરાયા ગોઠણડૂબ પાણી, વાંચો શું છે કારણ

જૂનાગઢના મધુરમ બાયપાસ ઉપર ચોમાસા પૂર્વે જ ગોઠણડુબ પાણી ભરાયા હતા. જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પીવાના પાણીના અંડર ગ્રાઉન્ડ સમ્પની સફાઈ કર્યાં બાદ પાણી છોડાતા આ પરિસ્થિતિનું સર્જન થયું છે.

ભર ઉનાળે ચોમાસાની જેમ પાણી હિલોળા લેતું હોય લોકો પણ આશ્ચર્યમાં પડ્યા હતા. ગલીઓમાં તો ગોઠણ ડૂબ પાણી હતું જેમાંથી પસાર થતા ટુવ્હિલના ટાયર પણ ડૂબી જતા હતા. જ્યારે બાયપાસ રોડની હાઇટ વધારે હોવા છત્તાં બાયપાસ રોડ પર પણ ચોમાસાની જેમ પાણી દોડવા લાગ્યું હતું. પરિણામે ત્યાંથી પસાર થનાર તમામને આશ્ચર્ય થતું હતું. દરમિયાન આ અંગે મહાનગરપાલિકાના વોટર વર્કસ ઇજનેરને જણાવ્યા પ્રમાણે શહેરમાં પીવાના પાણીના અન્ડર ગ્રાઉન્ડ સમ્પની સફાઇ કરવામાં આવી રહી છે. સફાઇ કર્યા બાદ તે પાણીને છોડવામાં આવ્યું હતું. દરમિયાન ગટરના હોલ નાના હોય અને છોડાયેલા પાણીનો ફોર્સ અને જથ્થો વધારે હોય તેના કારણે ગટરમાંથી પાણીનો ઝડપથી નિકાલ ન થઇ શકતા પાણી રોડ પર ફરી વળ્યા હતા. લોકોને પીવાનું પાણી શુદ્ધ મળી રહે તે માટે શહેરભરના પીવાના પાણીના સમ્પની હાલ સફાઇ કરવામાં આવી રહી છે.

સમ્પની સફાઇ કરતા પહેલા પાણી વિતરણ કરવામાં આવે છે જેથી પીવાના પાણીની સમસ્યા ન રહે. બાદમાં વધેલા થોડા પાણીમાં કર્મચારીઓ તેમજ મડ પમ્પ દ્વારા સફાઇ કરવામાં આવે છે. ખાસ કરીને સમ્પના તળીયે રહેલ માટી, કાંપ, સ્લરી, રેતી વગેરેના નિકાલ માટે કર્મચારીઓ ઉપરાંત હાઇ પ્રેસરના જેટ સ્પ્રેનો ઉપયોગ કરી સફાઇ કરવામાં આવે છે. બાદમાં આ પાણીનો નિકાલ કરવામાં આવે છે જેથી બીજે દિવસે ફરી પાણી ભરી શકાય અને પાણી વિતરણમાં કોઇ મુશ્કેલી ન પડે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW