HomeGujaratમોરબી વાંકાનેર વચ્ચેની ડેમુ ટ્રેનની ટ્રીપ વધારો કરાયો હવે બપોરે 1 વાગ્યે...

મોરબી વાંકાનેર વચ્ચેની ડેમુ ટ્રેનની ટ્રીપ વધારો કરાયો હવે બપોરે 1 વાગ્યે વાકાનેર જઈ શકાશે

કોરોના મહામારી પહેલા મોરબી વાંકાનેર તેમજ મોરબી રાજકોટ વચ્ચે નિયમિત ટ્રેન દોડતી હતી જોકે કોરોના કારણે લાગેલા લોકડાઉનના કારણે ટ્રેન બંધ થઇ હતી. બાદમાં સમયાંતરે અલગ અલગ રૂટની ટ્રેન શરુ થવા લાગી હતી જેના ભાગરૂપે મોરબી વાંકાનેર ડેમુ ટ્રેન પણ શરુ થઇ હતી. જોકે અગાઉ જે ટાઈમ ટેબલ મુજબ ડેમુ દોડતી હતી તેમાં બપોરે 12:45 ના સમયે વાંકાનેરથી મોરબી આવતી અને 1:15 ના વાંકાનેર પરત જતી હતી તે ટ્રીપ શરુ થઇ ન હતી. જેના કારણે વાંકાનેરથી દ્વારકા,સોમનાથ તેમજ પોરબંદર સહીત જતી ટ્રેન લેવામાં મુશ્કેલી થતી હતી જેથી કાર્યકરો દ્વારા આ ટ્રેન શરુ કરવા માંગણી કરવામાં આવી હતી જે માંગણીને ધ્યાને લઇ રાજકોટ ડીઆર એમ દ્વારા તા 14 એપ્રિલથી બપોરના સમયે ટ્રેનની વધુ એક ટ્રીપ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ટ્રીપનો સમય આ મુજબ રહેશે

1) ટ્રેન નંબર 09444 મોરબી-વાંકાનેર ડેમુ સ્પેશિયલ (દૈનિક)

ટ્રેન નંબર 09444 મોરબી – વાંકાનેર સ્પેશિયલ મોરબીથી દરરોજ બપોરે 13.05 કલાકે ઉપડશે અને તે જ દિવસે 13.50 કલાકે વાંકાનેર પહોંચશે. આ ટ્રેન નજરબાગ, રફાળેશ્વર, મકનસર અને ઢુવા સ્ટેશન પર ઉભી રહેશે.

2) ટ્રેન નંબર 09563 વાંકાનેર-મોરબી ડેમુ સ્પેશિયલ (દૈનિક)

ટ્રેન નંબર 09563 વાંકાનેર – મોરબી સ્પેશિયલ વાંકાનેરથી દરરોજ બપોરે 12.10 કલાકે ઉપડશે અને તે જ દિવસે 12.55 કલાકે મોરબી પહોંચશે. આ ટ્રેન ઢુવા, મકનાસર, રફાલેશ્વર અને નજરબાગ સ્ટેશન પર ઉભી રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW